શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયડિજિટલ ઇન્ડિયા ભારતને બદલી નાંખશે, ટૂંક સમયમાં 6G સેવા પર કામ કરશે:...

ડિજિટલ ઇન્ડિયા ભારતને બદલી નાંખશે, ટૂંક સમયમાં 6G સેવા પર કામ કરશે: પીએમ મોદી

ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2024ના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે દસ વર્ષ પહેલા ડિજિટલ ઇન્ડિયાનું અભિયાન શરૂ કર્યું હતું, તેના પરિણામો આજે મોટા પાયે જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ભારતની મોબાઇલ અને ટેલિકોમની સફર 21મી સદીમાં દુનિયાભરમાં અભ્યાસનો વિષય છે. આજે દરેક ગામ સાથે ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરના વર્ષોમાં ભારતમાં સંચાર ક્રાંતિના ક્ષેત્રમાં થયેલી પ્રગતિને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં ભારતમાં મોબાઇલ અને ઇન્ટરનેટનાં ક્ષેત્રમાં મોટી ક્રાંતિ આવી છે. 5Gમાં રૂપાંતર થયું છે. અમે ટૂંક સમયમાં 6G પર પણ કામ કરવાના છીએ. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2024ના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે કહ્યું કે, 21મી સદીમાં ભારતની મોબાઈલ અને ટેલિકોમ યાત્રા સમગ્ર વિશ્વ માટે ખાસ રસનો વિષય બની ગઈ છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે ભારતમાં 120 કરોડ મોબાઇલ યુઝર્સ અને 95 કરોડ ઇન્ટરનેટ યુઝર્સ છે. આ આંકડો ખૂબ જ મહત્વનો છે. ભારતે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ દેશની એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે.

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, અત્યારે ભારતમાં ટેલિકોમ ક્ષેત્રમાં જે પ્રગતિ થઈ છે, તે અકલ્પનીય છે. તેમણે કહ્યું કે આજનો કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્ટાન્ડર્ડ અને સર્વિસનો સંગમ છે. આઇટીયુ અને ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસનું એક મંચ પર આવવું એ સમયની જરૂરિયાત છે અને તે પણ એક ક્રાંતિકારી પહેલ છે. તેમણે કહ્યું હતું કે, ભારતે હજારો વર્ષોથી વસુધૈવ કટુંમ્બકમનો સંદેશ આપ્યો છે. સંચાર ક્ષેત્રમાં સિદ્ધિ મેળવવી એ આજના ભારતનું મિશન છે. ભારતે વિશ્વમાં પ્રગતિનો માર્ગ મોકળો કર્યો છે.

સ્થાનિક અને વૈશ્વિક સંયોજન

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે બેઠક થાય છે, ત્યારે દુનિયાને નવા લાભ થાય છે. ટેલિકોમ અને કનેક્ટિવિટીના ક્ષેત્રમાં ભારતનું મોડેલ કંઈક અલગ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં અમે ટેલિકોમને કનેક્ટિવિટીનું માધ્યમ હોવાની સાથે ઇક્વિટી અને તકોનું માધ્યમ બનાવ્યું છે. આ માધ્યમ ગામડાઓ અને શહેરો, અમીર અને ગરીબ વચ્ચેના અંતરને દૂર કરવામાં મદદ કરી રહ્યું છે. વીતેલા 10 વર્ષોમાં ડિજિટલ ઇન્ડિયા અભિયાને શાનદાર સફળતા હાંસલ કરી છે.

સિલ્ક રૂટથી ટેકનોલોજી રૂટ સુધી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજનું ભારત દુનિયાને વિવાદોમાંથી બહાર કાઢીને તેને જોડવામાં લાગેલું છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રાચીન સિલ્ક રુટથી લઈને આધુનિક ટેકનોલોજી રુટ સુધી ભારતનું હંમેશા એક જ ધ્યેય રહ્યું છે – વિશ્વને જોડવાનું અને પ્રગતિના નવા માર્ગો ખોલવાનું. તેમણે કહ્યું હતું કે, આ સંદર્ભમાં ડબલ્યુટીએસએ અને આઇએમસીની આજની ભાગીદારી પ્રેરણાનો માર્ગ પ્રદર્શિત કરશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સ્ટાન્ડર્ડ અને સર્વિસને એક પ્લેટફોર્મ પર લાવવા માટે આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે. આજે ભારત ગુણવત્તાયુક્ત સેવા પર વધુ ધ્યાન આપી રહ્યું છે. અમે ધોરણો પર વિશેષ ભાર મૂક્યો છે. આવી સ્થિતિમાં ડબલ્યુટીએસએનો અનુભવ ભારતને એક નવી ઊર્જા આપનારો સાબિત થશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર