શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયકાશ્મીર પર પાકિસ્તાનને ફરી ચીનનો સથવારો…. આગળ શું થશે

કાશ્મીર પર પાકિસ્તાનને ફરી ચીનનો સથવારો…. આગળ શું થશે

ભારતના એક હાઈ કમિશનર 9 વર્ષ બાદ પાકિસ્તાનની મુલાકાતે છે. એસ જયશંકરના આ પ્રવાસથી બંને દેશો વચ્ચે સંબંધો સુધરશે તેવી આશા છે, પરંતુ પાકિસ્તાને અહીં પણ કાશ્મીરને લઇને બબાલ શરૂ કરી દીધી છે. દર વખતની જેમ આ મુદ્દે પણ પાકિસ્તાનને ચીનનું ખુલ્લુ સમર્થન મળી રહ્યું છે.

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં બે દિવસીય એસસીઓ સંમેલન શરૂ થઈ ગયું છે. 15થી 16 ઓક્ટોબર સુધી ચાલનારી આ સમિટમાં પાકિસ્તાન દુનિયામાં પોતાની છબી સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત તરફથી વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાન પહોંચી ગયા છે. મંગળવારે રાત્રે વિદેશ પ્રધાને પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી.

9 વર્ષ બાદ થઈ રહેલી આ મુલાકાતથી બંને દેશોના સંબંધોમાં સુધાર આવવાની આશા છે, પરંતુ પાકિસ્તાને અહીં પણ કાશ્મીર પર તરાપ મારવાનું શરૂ કરી દીધું છે. દર વખતની જેમ પાકિસ્તાનને આ મુદ્દે ચીન તરફથી ખુલ્લુ સમર્થન મળી રહ્યું છે, ચીને કાશ્મીરના મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની વાત કરી છે.

આ પણ વાંચો: કેનેડાનો ઘમંડ ભાંગશે, ભારત હાથ ખેંચી લેશે તો આ વસ્તુઓની થશે કમી

સંબંધિત સમાચાર

તાજા સમાચાર