રાજકોટમાં શાકભાજીના ધંધાર્થીઓનો વિરોધ
રાજકોટની RMC કચેરી ખાતે શાકભાજીના ધંધાર્થીઓએ વિરોધ કર્યો હતો. લારી ઉભી રાખવાના દર રૂ.500માંથી વધારી રૂ.1000 કરવામાં આવતા ધંધાર્થીઓએ આક્ષેપ કર્યો કે કોઈ પૂર્વ જાણ કર્યા વગર આ વધારો કરવામાં આવ્યો છે. ધંધામાં પહેલેથી જ મંદી છે અને આવો વધારો તેમને મુશ્કેલીમાં મુકે છે. આ મુદ્દે શાકભાજી લારીધારકોએ કમિશ્નરને રજૂઆત કરી.
રીબડા ખાતે ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન
રીબડા અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં આવનાર શુક્રવારે ક્ષત્રિય સમાજ શક્તિ પ્રદર્શન કરશે. પોપટ લાખા સોરઠીયા હત્યા કેસમાં 18 વર્ષની સજા ભોગવ્યા બાદ ફરી સજા રદ થવાથી સોશિયલ મીડિયામાં અભિયાન શરૂ થયું છે. સમર્થકોનું માનવું છે કે 37 વર્ષ જુના કેસમાં સજા માફી રદ કરવી અન્યાયપૂર્ણ છે.