શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયપાકિસ્તાનની ધરતી પર કર્યું ભારતીય વિદેશ મંત્રી જયશંકરનું આ રીતે થયું સ્વાગત

પાકિસ્તાનની ધરતી પર કર્યું ભારતીય વિદેશ મંત્રી જયશંકરનું આ રીતે થયું સ્વાગત

વિદેશ મંત્રી એસ જયશંકર એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે પાકિસ્તાન આવ્યા છે. અહીં પહોંચતા જ તેમનું ખુબ જ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની આ યાત્રા 9 વર્ષ બાદ કોઇ ભારતીય વિદેશ મંત્રીની પ્રથમ મુલાકાત છે.

પાકિસ્તાનમાં યોજાઈ રહેલી એસસીઓ (શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન) સમિટની બેઠક માટે સભ્ય દેશોના હાઈ કમિશનર ઈસ્લામાબાદમાં છે. ભારત તરફથી વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાન પહોંચી ગયા છે. તેમની આ યાત્રા 9 વર્ષ બાદ કોઇ ભારતીય વિદેશ મંત્રીની પ્રથમ મુલાકાત છે. જ્યાં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. જયશંકરે છેલ્લે ૨૦૧૫ માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. પછી વિદેશ સચિવ તરીકે પાડોશી દેશ પહોંચ્યા. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે તેમનું સ્વાગત કર્યું હતું.

આ પહેલા 15 ઓક્ટોબરના રોજ નૂર ખાન એરબેઝ પર વિદેશ મંત્રી ભારતીય વાયુસેનાના વિમાનમાંથી ઉતર્યા કે તરત જ પાકિસ્તાન વિદેશ મંત્રાલયના અધિકારી ઈલિયાસ નિઝામી તેમનું સ્વાગત કરવા માટે આગળ વધ્યા અને જયશંકરનું ઉષ્માભેર સ્વાગત કર્યું. પાકિસ્તાનથી બાળકો પણ તેમના સ્વાગત માટે આવ્યા હતા, જેમણે તેમને પુષ્પગુચ્છ આપ્યું હતું, જેની તસવીર જયશંકરે પણ તેમના એક્સ પર લગાવી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ રિસેપ્શન પર શું કહ્યું

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે, “તેઓ પાકિસ્તાનના મહેમાન છે. પાકિસ્તાને આ સંમેલનમાં ભાગ લેવા આવેલા તમામ નેતાઓનું સ્વાગત કર્યું છે, અને પાકિસ્તાન ભારતના વિદેશ મંત્રી તેમજ તમામ મહેમાનોને પોતાની મહેમાનગતિ દુનિયા બતાવી રહ્યું છે.

આ પણ વાંચો: ડિજિટલ ઇન્ડિયા ભારતને બદલી નાંખશે, ટૂંક સમયમાં 6G સેવા પર કામ કરશે: પીએમ મોદી

એસસીઓ સમિટ

પાકિસ્તાન 15 અને 16 ઓક્ટોબરે એસસીઓના સભ્યોની બે દિવસીય બેઠકનું આયોજન કરી રહ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકર ભાગ લેવા માટે ઈસ્લામાબાદ પહોંચી ગયા છે. એસસીઓમાં ચીન, રશિયા, ભારત, પાકિસ્તાન, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને બેલારુસ સામેલ છે. આ દેશોમાં વિશ્વની ૪૦ ટકા વસ્તી અને જીડીપીમાં ૩૦ ટકા હિસ્સો છે. તમામ વિદેશી મહેમાનો માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને રાજધાનીના ખૂણે ખૂણે પોલીસ અને સેના તૈનાત છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર