જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા છે. ગાંધીનગર કમલમ ખાતે જગદીશ વિશ્વકર્માએ પદભાર સંભાળ્યો છે. સર્વાનુમતે જગદીશ વિશ્વકર્માને પાર્ટી પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપના ટોચના નેતાઓ અને કાર્યકરોની ઉપસ્થિતિ આ સમયે જોવા મળી. કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે. લક્ષ્મણ, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની હાજરી રહી. CM, સંગઠન મંત્રી રત્નાકર અને સી.આર. પાટીલની ઉપસ્થિતિ જોવા મળી.
જગદીશ પંચાલે સંભાળ્યો ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેનો પદભાર, કહ્યુ- ભાજપ એક વિચારધારાની પાર્ટી છે


