મંગળવાર, નવેમ્બર 17, 2026

ઈ-પેપર

મંગળવાર, નવેમ્બર 17, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયઆજે દુનિયાને શાંતિ અને સ્થિરતાની સૌથી વધુ જરૂર : વડાપ્રધાન મોદી

આજે દુનિયાને શાંતિ અને સ્થિરતાની સૌથી વધુ જરૂર : વડાપ્રધાન મોદી

આવનારા વર્ષોમાં આસિયાન કમ્યુનિટી વિઝન ૨૦૪૫ અને વિકસિત ભારત ૨૦૪૭ આપણા સહિયારા લક્ષ્યોને હાંસલ કરશે  

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : ફિલિપાઇન્સના મનિલા ખાતે યોજાયેલા ૨૩મા આસિયાન-ભારત શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સહયોગ પર વિશેષ ભાર મૂક્યો છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ સતત વિવિધ સંકટોનો સામનો કરી રહ્યું છે, ત્યારે વૈશ્વિક સ્તરે શાંતિ અને સ્થિરતા જાળવવી એ સૌથી મોટી પ્રાથમિકતા છે.વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૧૪ થી અત્યાર સુધીમાં બંને ક્ષેત્રો વચ્ચે લોકોના પરસ્પર સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ૧૦૦થી વધુ પહેલ કરવામાં આવી છે.

 આસિયાન શિખર સંમેલનને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લાં કેટલાક વર્ષોમાં આપણી ‘એક્ટ ઈસ્ટ પૉલિસી’એ ભારત અને આસિયાન દેશો વચ્ચેના સંબંધોને નવી ગતિ અને ઊંડાણ બક્ષ્યું છે. આપણી ભાગીદારી હવે માત્ર સદીઓ જૂની સાંસ્કૃતિક વિરાસત પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે ડિજિટલ ટેક્નોલોજી, સંરક્ષણ અને અંતરિક્ષ (સ્પેસ) જેવા આધુનિક ક્ષેત્રો સુધી વિસ્તરી ચૂકી છે.પીએમ મોદીએ જણાવ્યું કે વર્ષ ૨૦૧૪ થી અત્યાર સુધીમાં બંને ક્ષેત્રો વચ્ચે લોકોના પરસ્પર સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ૧૦૦થી વધુ પહેલ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અંદાજે ૨૫૦ જેટલા ‘ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ’ અને કૌશલ્ય વિકાસ માટે ૧૦,૦00થી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ આપવામાં આવી છે.

વધુમાં તેમને ઉમેર્યું હતું કે, આજે ભારત અને આસિયાન દેશો વચ્ચે સીધી વિમાન સેવાઓ અને પ્રવાસન ક્ષેત્રે થયેલી વૃદ્ધિ આપણા ગાઢ સંબંધોની જીવતી જાગતી સાક્ષી પૂરે છે.વર્તમાન સંમેલનની થીમ ‘નેવિગેટિંગ અવર ફ્યુચર ટુગેધર’ એટલે કે, એકસાથે મળીને આપણા ભવિષ્યની દિશા નક્કી કરવીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારતનો વિકાસ અને આસિયાન દેશોની સમૃદ્ધિ એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે. આવનારા વર્ષોમાં ‘આસિયાન કમ્યુનિટી વિઝન ૨૦૪૫’ અને ‘વિકસિત ભારત ૨૦૪૭’ આપણા સહિયારા લક્ષ્યોને હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

છેલ્લાં ૧૨ વર્ષની સફરને યાદ કરતા વડાપ્રધાનએ કહ્યું કે આપણે આપણી ભાગીદારીને નવી ઊંચાઈઓ આપી છે. આ ક્ષેત્રના ભવિષ્ય માટે આપણે સૌએ સાથે મળીને એક નવી રાહ કંડારવી પડશે. આ ભાગીદારીમાં આસિયાનની એકતા અને કેન્દ્રીયતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા હંમેશાં અટૂટ રહેશે. આ બેઠક આપણા સંબંધોને વધુ મજબૂત બનાવીને એક સુરક્ષિત, સર્વસમાવેશક અને સમૃદ્ધ હિંદ-પ્રશાંત ક્ષેત્રના નિર્માણમાં મોટું યોગદાન આપશે તેવી મને દ્રઢ શ્રદ્ધા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર