મંગળવાર, એપ્રિલ 7, 2026

ઈ-પેપર

મંગળવાર, એપ્રિલ 7, 2026
Download App
google-play

ઈ-પેપર

HomeગુજરાતઅમદાવાદBreaking News : અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી ઈયળ

Breaking News : અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી ઈયળ

અમદાવાદના SP રિંગ રોડ પર આવેલા રાજ એન્ડ બેન્ક્વેટ રેસ્ટોરન્ટમાં ભોજનની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. તાજેતરમાં, એક ગ્રાહકને રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી ઇયળ મળી આવ્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવતા જ ગ્રાહકે તાત્કાલિક કોર્પોરેશનના હેલ્પલાઈન નંબર 155303 પર ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે, અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમે રાજ એન્ડ બેન્ક્વેટ રેસ્ટોરન્ટની મુલાકાત લીધી અને સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, રેસ્ટોરન્ટમાં અનેક જગ્યાએ અસ્વચ્છતા અને ગંદકી જોવા મળી હતી, જે આરોગ્ય અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન દર્શાવે છે. આરોગ્ય વિભાગ દ્વારા સ્વચ્છતાના મામલે બેદરકારી બદલ રેસ્ટોરન્ટને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના રેસ્ટોરન્ટમાં ભોજન લેતા ગ્રાહકોની સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર યોગ્ય દેખરેખ રાખવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર