મુળ એમપીની વતની શિવાની વસુનીયા (ઉ.વ.21)એ રાજકોટમાં દમ તોડયો: કારણ અકળ
(આઝાદ સંદેશ), રાજકોટ : જસદણના નવાગામમાં રહેતી મૂળ મધ્યપ્રદેશની વતની 21 વર્ષની પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવી હતી. જેનું સારવારમાં મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, નવાગામ ખાતે પ્રવિણભાઇની વાડીમાં પતિ, પરિવાર સાથે રહી મજુરી કરતી મુળ મધ્યપ્રદેશની શિવાનીબેન અખીલેશ વસુનીયા (ઉ.વ.21) નામની પરિણીતાએ ગત પંદરમીએ વાડીએ ઝેરી દવા પી લેતાં જસદણ સારવાર અપાવી રાજકોટ ખસેડાઇ હતી. અહિ ગત મોડી રાતે સિવિલ હોસ્પિટલમાં તેણીએ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આપઘાત કરનાર શિવાનીબેનના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર છે. તેણીએ આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પતિ અને પરિવારજનો અજાણ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આટકોટ પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરવામાં આવી છે.