છેલ્લા ત્રણ દિવસથી ચાલતી વીજ ચેકીંગ કાર્યવાહી દરમ્યાન કુલ 1599 વીજ જોડાણોના ચેકીંગમાં 272 જોડાણમાંથી વિવિધ પ્રકારે ચેડા કરી કરાતી વીજચોરીનો થયો પર્દાફાશ: 2.60 કરોડ ઉપરાંતની વીજચોરી ઝડપાઇ
(આઝાદ સંદેશ), જામનગર : જામનગરમા સતત ત્રીજા દિવસે વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં ગઈ કાલે 47 ટીમ દ્વારા 580 કનેક્શન ચેક કરાયા જૈ પૈકી 90 કનેક્શનોમાંથી રૂ.1 કરોડ 22 લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી. ત્રણ દિવસમા 2 કરોડથી વધુની વીજચોરી પકડાઈ હતી.અગાઉ ત્રણ દિવસમા કુલ 42 જેટલી વીજ ચેકીંગની ટુકડી દ્રારા 1599 વીજ કનેક્શનો ચેક કર્યા, જે પૈકી 272 કનેકશનમાથી કુલ રૂ.2.60 કરોડની વીજ ચોરી પકડી પાડેલ હતી..
જામનગર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં સતત ત્રીજા દિવસે વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્રણ દિવસમા કુલ 42 જેટલી વીજ ચેકીંગની ટુકડી દ્વારા 1019 વીજ કનેક્શનો ચેક કર્યા, જે પૈકી 182 કનેકશનમાથી કુલ રૂ. 84.30 લાખની વીજ ચોરી પકડી પાડેલ છે.
જામનગર ત્રીજા શહેરના સનસીટી, મહાપ્રભુજીનો બેઠક, કાલાવડ નાકા બહારનો વિસ્તાર, બેડી, તેમજ મોટી ખાવડી, નાની ખાવડી, સાપર, નાધેડી બેડ, વસઈ, નાધેડી સહીતના ગામમા ચેકિંગ કરાયું હતું. મંગળવારે જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે પીજીવીસીએલની 43 ટીમ દ્વારા 513 વિજ કનેકશન તપાસવામાં આવ્યા હતા. જે પૈકી 90 કનેકશનમાથી કુલ રુ. 39.70ની વીજચોરી પકડાઈ હતી. જામનગર જિલ્લાના જોડીયા, કુન્નડ, તારાણા, તેમજ દેવભૂમિદ્વારકા જિલ્લાના વડત્રા દાત્રાણા, કેશોદ, ખંભાળિયા સહીતના ગામમા ચેકીંગ કરવામાં આવેલ હતા.
સોમવારે 42 વીજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઇ હતી,જેમાં ગઈકાલે કુલ રૂ. 44.60 લાખની વીજ ચોરી પકડવામાં આવી હતી.જેમાંજામનગર શહેરના રામેશ્ર્વરનગર, ક્રિષ્નાપાર્ક, માટેલ ચોક, નીલકમલ સોસાયટી, ધરારનગર વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું.
ઉપરાંત જામનગર તાલુકાના મોટા થાવરીયા, નાના થાવરીયા વગેરે વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ધતુરીયા કલ્યાણપુર સહિતના ગામોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. કુલ 42 જેટલી વીજચેકિંગ ટુકડીને મેદાનમાં ઉતારવામાં આવી હતી, અને મોટાપાયે વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ગઈકાલે કુલ 506 વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 92 વીજ જોડાણમાં ગેરરીતિ જોવા મળતાં આવા આસામીઓને કુલ રૂ. 44.60 લાખ નાં વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતા. વીજ ચેકિંગ ટુકડીની મદદમાં એસઆરપીના 11 જવાનો,34 પોલીસ કર્મચારી તથા ત્રણ વિડીયોગ્રાફરને જોડવામાં આવ્યા હતા.સતત વીજ તંત્ર દ્વારા વીજ ચેકીંગથી વિજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. ત્રણ દિવસમાં 1 કરોડ,60 લાખની વીજ ચોરી ઝડપાઇ હતી.