શનિવાર, ફેબ્રુવારી 22, 2025

ઈ-પેપર

શનિવાર, ફેબ્રુવારી 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજામનગરમાં દેવ ગ્રુપ ઉપર 20 સ્થળોએ પડેલા દરોડામાં રૂ.150 કરોડના બિનહિસાબી આર્થિક...

જામનગરમાં દેવ ગ્રુપ ઉપર 20 સ્થળોએ પડેલા દરોડામાં રૂ.150 કરોડના બિનહિસાબી આર્થિક વ્યવહારો ઝડપાયા

દેવ ગ્રુપમાંથી રૂા.3.5 કરોડની રોકડ પકડાઇ અને રૂા.2.45 કરોડથી વધુના મુલ્યનું સોનુ પણ ઝડપાયું : 16 લોકર સીલ કરાયા

(આઝાદ સંદેશ),રાજકોટ: આવકવેરા ખાતાના અધિકારીઓએ ગત શુક્રવારથી જામનગરના દેવ ગ્રુપના 15 સ્થળ પર પાડેલા દરોડાના અંતિમ ચરણમાં દેવ ગ્રુપે રૂા.150 કરોડના બિનહિસાબી વહેવારો કર્યા હોવાની કબુલાત કરી છે. આ દરોડામાં અત્યાર સુધીમાં રૂા.3.5 કરોડની રોકડ મળી આવી છે. તેમજ રૂા.2.45 કરોડના મુલ્યનું 3 કિલો સોનુ પણ પકડાયું છે. રૂા.50 લાખ રોકડા અને રૂા.50 લાખના દાગીના મળીને એક કરોડની મત્તા થોડા કલાકોમાં જ મળી આવ્યા છે. આવકવેરા અધિકારીઓ તેમના અંદાજે 16 લોકર સીલ કર્યા છે.
અમદાવાદ, જામનગર, માળીયા અને મિયાણાના 4-4 સ્થળોએ પાડેલા દરોેડામાં દેવ ગ્રુપની કંપની દેવ સોલ્ટ પ્રાઇવેટ લીમીટેડ, મૈત્રેયી ડેવલોપર્સ, ડી.કે.એન્ટરપ્રાઇઝ, અરિહંત અર્થમુવર્સ એન્ડ કોન્ટ્રાક્ટર્સ, વિમલ કીર્તિ કામદાર, વિવેક સોમાણી, રૂપલ કિરણ વ્યાસના ઘર અને ઓફીસને આવરી લેવામાં આવ્યા છે. દરોડાની ઝપટમાં આવેલાઓમાં તેમની ગ્રુપ કંપનીઓ તથા તેમની સાથેના વેપારમાં સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. તેમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ગ્રુપ સાથે સંકળાયેલા છે. દેવ સોલ્ટ પ્રાઇવેટ લીમીટેડ હાઇ ક્વોલીટી સોલ્ટના ઉત્પાદક છે તેમજ બેસ્ટ ગ્રેડનું લીક્વીડ બ્રોમાઇન પણ તૈયાર કરે છે. દેવ ગ્રુપના જ હિતેન્દ્ર ઝાલાને પણ ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં વૈષ્ણોદેવી નજીક શાંતિગ્રામ નોર્થ પાર્ક વિલામાના દેવ ગ્રુપના એકમ પર, રાજપથ ક્લબની પાછળ આવેલ દેવ હાઉસ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. તેમજ અમદાવાદના ધુમા વિસ્તારમાં આરોહી ક્લબ પાસે આવેલા દેવ ગ્રુપના એકમ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. દેવ ગ્રુપના પ્રમોટર્સ બીલ વિના કરવામાં આવતા સોલ્ટના વેપારના નાણા હોસ્પિટાલીટી તથા અન્ય બિઝનેસ તરફ ડાયવર્ટ કરવામાં આવતા હોવાનું પણ ઘ્યાનમાં આવ્યું છે. દેવ ગ્રુપની કંપનીઓએ રોકડમાં અને બીલ વિનાના ખાસ્સા વહેવારો કર્યા હોવાનું પણ ઘ્યાનમાં આવ્યું છે. રોકડની આવકના આ નાણા રીયલ એસ્ટેટના બિઝનેસ તરફ ડાયવર્ટ કરવામાં આવતા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર