ગુરુવાર, જાન્યુઆરી 30, 2025

ઈ-પેપર

ગુરુવાર, જાન્યુઆરી 30, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છસુરેન્દ્રનગરમાં રહેતી મહિલા પર ભાણેજ જમાઈએ છરી વડે હુમલો કરી ત્રણેક ઘા...

સુરેન્દ્રનગરમાં રહેતી મહિલા પર ભાણેજ જમાઈએ છરી વડે હુમલો કરી ત્રણેક ઘા ઝીંકી દેતા સારવાર માટે રાજકોટ ખસેડાઈ

હુમલાખોર સદામની પત્ની ઘરેથી ચાલી જતા નશો કરી શોધવા આવ્યો’તો,જેથી નશો કરી ઘરે નહિ આવવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ હુમલો કર્યો : સિવિલમાં દાખલ

(આઝાદ સંદેશ), રાજકોટ : સુરેન્દ્રનગરના લક્ષ્મીનગર-1માં રહેતી મહિલા પર તેના ભાણેજ જમાઇએ ઘરે આવી ઝઘડો કરી છરીથી હુમલો કરતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના લક્ષ્મીનગર-1માં રહેતાં પૂજાબેન ચેતનસિંહ ઝાલા (ઉ.વ.34)ને રાતે સાડા અગિયારેક વાગ્યે તેણી ઘરે હતી ત્યારે તેના ભાણેજ જમાઇ સદામ હબીબભાઇ મોરે ઘરે આવી ઝઘડો કરી છરીથી હુમલો કરી હાથમાં ત્રણેક ઘા ઝીંકી દેતાં તેણી લોહીલુહાણ થઇ ગઇ હતી.તેણીએ દેકારો કરતાં સદામ ભાગી ગયો હતો.બાદમાં સુરેન્દ્રનગર સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ત્યાંની પોલીસને જાણ કરી હતી. પૂજાબેને વધુમાં કહ્યું હતું કે તેનું મુળ નામ રેશ્માબેન છે અને ચેતનસિંહ સાથે લવમેરેજ કર્યા છે.સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હાલ પતિ જેલમાં છે. ભાણેજ જમાઇ સદામની પત્નિ તન્નુ ઘરેથી નીકળી ગઇ હોઇ સદામ તેને શોધતો શોધતો તેણીના ઘરે આવ્યો હતો. ત્યારે તે નશો કરેલી હાલતમાં હોઇ મારી પત્નિ ક્યાં છે? તમને ખબર છે? તેવું કહી ડખ્ખો કરતાં તેને ગાળો બોલવાની અને દારૂ પી ઘરે આવવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ છરીના ઘા ઝીંકી દીધા હતાં.બનાવ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર