શનિવાર, ફેબ્રુવારી 22, 2025

ઈ-પેપર

શનિવાર, ફેબ્રુવારી 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયRBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, PM મોદીના મુખ્ય સચિવ...

RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, PM મોદીના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બીજા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. શક્તિકાંત દાસ લગભગ 6 વર્ષથી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રહ્યા છે. તેઓ ગયા વર્ષે ડિસેમ્બરમાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કરીને નિવૃત્ત થયા હતા.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ બનશે. શક્તિકાંત દાસ 6 વર્ષ સુધી RBI ગવર્નર તરીકે સેવા આપ્યા બાદ ગયા વર્ષે ડિસેમ્બરમાં નિવૃત્ત થયા હતા. હવે નિવૃત્તિના થોડા મહિના પછી, તેમને એક મોટી જવાબદારી મળવાની છે. હાલમાં પ્રમોદ કુમાર મિશ્રા (પીકે મિશ્રા) પીએમના મુખ્ય સચિવ-1 છે. તેમની સાથે, શક્તિકાંત દાસ હવે મુખ્ય સચિવ-2 ની ભૂમિકામાં જોવા મળશે. શક્તિકાંત દાસ ૧૯૮૦ બેચના નિવૃત્ત ભારતીય વહીવટી સેવા અધિકારી છે.

શક્તિકાંત દાસ ડિસેમ્બર 2018 થી છ વર્ષ સુધી RBIના વડા હતા. તેમને ચાર દાયકાથી વધુ સમયનો શાસનના વિવિધ ક્ષેત્રોમાં બહોળો અનુભવ છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં નાણાં, કરવેરા, ઉદ્યોગ, માળખાગત સુવિધાઓ વગેરે ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. તેમના છ વર્ષના કાર્યકાળ દરમિયાન, દાસે RBI ને અનેક મહત્વપૂર્ણ પડકારોનો સામનો કર્યો, જેમાં કોવિડ-19 રોગચાળાના આર્થિક પરિણામો અને રશિયા-યુક્રેન યુદ્ધની અસરનો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર