બુધવાર, ફેબ્રુવારી 5, 2025

ઈ-પેપર

બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છગોંડલની યુવતીની હત્યા પ્રેમીના સગીરવયના પુત્રએ કર્યાનો ઘટસ્ફોટ

ગોંડલની યુવતીની હત્યા પ્રેમીના સગીરવયના પુત્રએ કર્યાનો ઘટસ્ફોટ

વેરી તળાવના પાઇપલાઇનમાં 4 દિવસ પૂર્વે મળેલા કોહવાયેલા મૃતદેહનો ભેદ ઉકેલી નાખતી ગ્રામ્ય એલસીબી મુસ્લિમ યુવાન સાથે લિવ ઇનમાં રહેતી બગસરાની યુવતીને પ્રેમીના પુત્રએ તળાવમાં ધક્કો મારી દીધો’ તો

(આઝાદ સંદેશ), રાજકોટ : ગોંડલના વેરી તળાવના વાલ્વમાથી યુવતીની મળેલી લાશ મામલે તપાસ કરતા આ બનાવ હત્યાનો હોવાનુ ખુલ્યુ છે. મુળ બગસરાની યુવતીને એક મુસ્લિમ યુવક સાથે પ્રેમસબંધ હોય અને બંને લીવઇનમા રહેતા હોય જેમા યુવકના પુત્રએ યુવતીને ધકકો મારી કુવામા ધકેલી દઇ તેની હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે. આ મામલે ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ ગોંડલના વેરી તળાવમા ગત તા 30 જાન્યુઆરીના રોજ એક યુવતીની લાશ મળી હતી આશરે 30 વર્ષની યુવતીનો પાઇપલાઇનમા વાલ્વમા માથુ ફસાયેલી હાલતમા કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. વેરી તળાવમાથી ગોંડલ શહેરમા પાણી સપ્લાય થતુ હોય જેમા પાણી ઓછુ આવતુ હોવાની ફરીયાદને પગલે વોટર વર્કસના કર્મચારીઓએ લાઇન ચેક કરતા તળાવના કોઠામાં જયાથી પાઇપ લાઇન મારફતે પાણી ટાંકીમા પહોંચતુ હોય તે પાઇપ લાઇનના વાલ્વમા માથુ ફસાયેલી હાલતમા યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ મામલે પોલીસને જાણ કરવામા આવતા ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ કરી મૃતદેહને પીએમ અર્થે હોસ્પીટલે ખસેડયો હતો. મૃતકના ડાબા હાથ ઉપર સ્ટાર અને અંગ્રેજીમા એસ ત્રોફાવેલો જોવા મળ્યો હતો.સમગ્ર મામલે ગોંડલ સીટી બી ડીવીઝન અને એલસીબીએ તપાસ કરતા આ મૃતક યુવતીની ઓળખ મળી હતી જે બગસરાની દિપા દેવીપુજક હોવાનુ ખુલ્યુ હતુ અને આ બનાવ આકસ્મીક મોતનો નહીં પણ હત્યાનો હોવાનો ખુલ્યુ હતુ.
બગસરાની દિપા એક મુસ્લીમ યુવાન સાથે લીવઇનમા રહેતી હોય જે પરણીત હોય અને આ અંગેની જાણ યુવકના પરીવારજનોને હોય મુસ્લીમ યુવાનના સગીર વયના પુત્રએ પોતાના પિતા સાથે લીવઇનમા રહેતી દિપાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને વેરી તળાવમા કપડા ધોવા ગયેલી દિપાને ધકકો દઇ તેને પાણીમા નાખી દીધી હતી અને ડુબી જવાથી દિપાનુ મોત થયુ હતુ. આ મામલે રાજકોટ ગ્રામ્ય એલસીબીએ હત્યારા સગીર વયના મુસ્લીમ યુવાનને પુત્રને સકંજામા લઇ ભેદ ઉકેલી નાંખી વધુ તપાસ શરૂ કરી છે. આ વિચિત્ર બનાવમા પોલીસને હત્યા અંગેનો કોઇ પુરાવા મળ્યા ન હતા. જો કે પોલીસે આ બનાવમા બાતમીદારોને કામે લગાડયા હોય જેમા પોલીસને ચોકકસ માહીતી મળી હતી કે આ બનાવ આકસ્મીક મોતનો નહીં પણ હત્યાનો છે.બગસરા પંથકની યુવતીની ઓળખ મળ્યા બાદ પોલીસે આ અંગે તેના કોલ ડીટેઇલ અને મોબાઇલના લોકેશન પર તપાસ કેન્દ્રીત કરી હતી. બીજી તરફ આ ઘટના બાદ પ્રેમીનો પુત્ર કે જે યુવતીની હત્યા કરી ફરાર થઇ ગયો હોય તેના પર શંકા જતા એલસીબી અને ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસે સંયુકત તપાસ કરી હતી અને આ આકસ્મીક મોતનો બનાવ હત્યાનો હોવાનુ પુરવાર કરી તેનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ મામલે મૃતકના પરીવારજનોનો સંપર્ક કરી ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ મથકમા આ મામલે હત્યાની ફરીયાદ પણ નોંધાવી છે. એલસીબીએ યુવતીની હત્યામા બાળ આરોપીની ધરપકડ કરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર