જો બે માસમાં નાણા ન ચુકવે તો વધુ બે માસની સજાનો હુકમ
(આઝાદ સંદેશ),રાજકોટ: જેતપુર તાલુકાના જેપુર ગામના વેપારી અશ્વિનભાઈ જગજીવનભાઈ પીપળવાને રાજકોટના ન્યુ માતરી સુપર માર્કેટવાળા રણછોડભાઈ કમાભાઈ રાગીયાએ ભાગીદારીમાં ઘઉંના લોટનું હોલસેલમાં ધંધો કરવા મૂડી રોકવા જણાવેલું અને મારી પાસે ગોડાઉન છે તેમાં માલ રાખશું તેવું નક્કી કરેલું અને ફરિયાદીને આરોપી રણછોડભાઈએ 6,36,648નો ચેક આપ્યો હતો તે ચેક રીર્ટન થયો હતો ફરિયાદીએ નોટિસ મોકલી હતી પરંતુ આરોપીએ નાણાં નહીં આપતા નેગોસિબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ જેતપુરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો આ કેસ ચાલી જતા આરોપી વિરુદ્ધ પુરાવો સાબિત માની તથા હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજૂ કરી આરોપીને કોર્ટે એક વર્ષની સજા અને ચેકની રકમનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો અને જો આરોપી બે માસમાં રકમ ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે ફરિયાદી તરફે જેતપુરના સિનિયર ધારાશાસ્ત્રી સનતભાઈ મહેતા તથા દેવયાની મહેતા રોકાયા હતા બાદ 6,60,170નો ચેક પણ પરત ફરેલો જેની નોટિસ આપેલ છતાં આરોપીએ નાણા નહીં આપતા કેસ દાખલ કરતા આરોપી વિરુદ્ધ કેસ પુરવાર માની આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ચેકની રકમનું વળતર ચુકવવા અને વળતર બે માસમાં ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે તે ઉપરાંત 6,36,648નો ચેક જમા કરાવતા સ્ટોક પેમેન્ટ થયેલું હતું અને લીગલ નોટિસ મોકલી હતી પરંતુ વસૂલ નહીં થતા કેસ દાખલ કરેલો જે કેસ ચાલી જતા આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ચેકની રકમ મુજબ નું વળતર અને વળતર બે માસમાં ન ચૂકવે તો વધુ છ માસની સાદી કેદની સજા નો હુકમ કરેલ છે તેમજ અન્ય એક ચેક ક રીર્ટનનો કેસ ચાલી જતા આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેક ની રકમ મુજબનું વળતર બે માસમાં અને બે માસમાં રકમ વળતરના આપે તો વધુ છ માસની સાદી કેદની સજા નો હુકમ કરેલ છે.જેતપુર કોર્ટના અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમવાર એવું બનેલ છે કે એક સાથે ચાર કેસ એક જ આરોપીને સજા થયેલ હોય અગાઉ બે કેસમાં આરોપીને સજા થઈ હતી.