(આઝાદ સંદેશ), રાજકોટ : ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તથા સ્પેશિયલ પોક્સો જજ અલી હુસેન મોહી બુલ્લા શેખે આરોપી અજય ઉર્ફે લાલો બીજલભાઇને દૂષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા તથા દંડ ફટકારેલ છે.
મળતી માહિતી મુજબ ભોગ બનનારના પિતાએ ફરિયાદ આપેલી હતી કે તેમની 17 વર્ષ 4 માસની દીકરીને આરોપી અજય ઉર્ફે બીઝલ કરમટા લલચાવી ફોસલાવી અને બંધકામના ઇરાદે ભગાડી ગયેલો છે. ત્યારબાદ આ ગુનો નોંધાતા તપાસ ધોરાજી સીપીઆઈ હકુમતસિંહ જાડેજાએ કરેલી હતી અને મુદત ચાર્જશીટ કરી દીધેલું હતું. ત્યારબાદ ધોરાજી આ કેસ ચાલેલો, સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય મનોજભાઈ પારેખે દલીલ કરેલ હતી કે ભોગ બનનારના કલમ-164ના નિવેદનમાં તથા નામદાર અદાલત સમક્ષ જણાવેલ છે કે તેની પોતાની માતા સાથે બહાર ખુલ્લામાં સુતા હતા ત્યારે આરોપી આવી અને તેના મોઢે મૂંગો દઈ અને અપહરણ કરી ગયેલો. ત્યારબાદ ફુલ સ્પીડમાં મોટરસાયકલ લઈને ભગાડી ગયેલ અમદાવાદ તેણીને લગ્ન કરવા લઈ ગયેલ પરંતુ લગ્નની ઉંમર ઘટતી હોવાથી તેણીને જુનાગઢ પાસે કોઈક વાડીમાં રાખેલ ત્યાં તેણીને પૂરી રાખતો અને વારંવાર દુષ્કર્મ આચરતો.
આ તબક્કે સરકાર પક્ષે વિશેષ દલીલ પણ કરવામાં આવેલી કે આરોપી સારી રીતે જાણતો હતો કે ભોગ બનનારની ઉંમર નાની છે આવા સંજોગોમાં તેને જાણી જોઈને આચરેલો ગુનો છે. ભોગ બનનારની ઉંમર એવી નથી કે તેને પ્રેમ સંબંધ વિશે કશું ખબર પડે, આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને સાથે સાથે ભોગ બનનાર ગર્ભ ધારણ કરેલ હતું તેનો ડીએનએ રિપોર્ટ પ્રમાણે પણ બાળકના કુદરતી પિતા આરોપી અજય હોવાનું અને કુદરતી માતા ભોગ બનનાર હોવાનું પુરવાર થયેલું હતું. જે તમામ સંજોગોને ધ્યાને લઇ અને આરોપીને તકસીરવાન ઠરાવવા દલીલો કરેલી હતી. રજૂ થયેલા પુરાવા અને દલીલો તથા કાયદાના મુદ્દાઓને ધ્યાને લઈ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલા શેખે આરોપી મેરવદરના અજય ઉર્ફે લાલો બીજલ ભાઈ કરમટાને તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા તથા દંડ ફટકારેલ હતો.
દૂષ્કર્મના કેસમાં મેરવદરના અજય ઉર્ફે લાલાને કોર્ટે 20 વર્ષની સજા અને દંડ ફટકાર્યો
