શનિવાર, ફેબ્રુવારી 22, 2025

ઈ-પેપર

શનિવાર, ફેબ્રુવારી 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છખરેડી ગામ નજીકથી અંગ્રેજી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઇ

ખરેડી ગામ નજીકથી અંગ્રેજી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઇ

બરકતનગરના રહેણાંક મકાનમાંથી ડીસીબીએ અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડયો

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નર બ્રજેશ ઝાએ દારૂ અને જુગારની બદીઓઓને ડામી દેવા સુચના આપી હોય જે સુચનાને અનુસરીને પીસીબી, ડીસીબી તેમજ યુનિ. અને ભક્તિનગર પોલીસ ઉપરાંત બી ડિવી.પોલીસે અંગ્રેજી દારૂના જુદા જુદા દરોડા પાડી દારૂનો વેપલો કરનારા બુટલેગરો સામે કાયદાનો સંકજો કસ્યો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નરની સુચનાને અનુસરીને પીસીબી પીઆઇ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો પેટ્રોલીંગમાં હોય ત્યારે ટીમના કુલદીપસિંહ રામદેવસિંહ, વિજય ઉકા અને યુવરાજસિંહ ઘનશ્યામસિંહને મળેલ બાતમીના આધારે ખરેડી ગામના રસ્તા પરથી અંગ્રેજી દારૂ ભરેલી ક્રેટા પસાર થવાની હોય જેને આધારે ટીમ વોચમાં હોય ત્યારે પસાર થતી બાતમીવાળી કારને અટકાવી તલાશી લેતા તેમાંથી અંગ્રેજી દારૂની જુદી જુદી બ્રાંડની રૂા.1.14 લાખની 168 બોટલો મળી આવતા પીસીબીની ટીમે દારૂ અને કાર મળી કુલ રૂા.11.14 લાખના મુદામાલ સાથે દુધસાગર રોડ પર રહેતા દીપક મકવાણાની અટકાયત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા દરોડામાં ડીસીબી પીઆઇ એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોરની જુદી જુદી ટીમો પેટ્રોલીંગમાં હોય ત્યારે બરકતનગર મેઇન રોડ પર આવેલ સત્યમ શિવમ સુંદરમ સ્કૂલ પાછળ રહેતા અક્રમશા સર્વદીએ પોતાના રહેણાંક મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો ઉતાર્યો હોય તેવી બાતમી મળતા ટીમે દરોડો પાડી ત્યાંથી જુદી જુદી બ્રાંડની રૂા.28164ની 42 બોટલો સાથે તેની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજા દરોડામાં યુનિ.પોલીસનો સર્વેલન્સ સ્ક્વોડનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે મળેલ બાતમીના આધારે પુષ્કરધામ મેઇન રોડ પર આવેલ કેવલમ સોસાયટીની સામે રહેલા આરએમસી ક્વાર્ટરની આંગણવાડીના પાછળના ભાગે દરોડો પાડી અંગ્રેજી દારૂની રૂા.16152ની 24 બોટલ સાથે શાહરૂખ સમા (ઉ.27)ની અટકાયત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથા દરોડામાં ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે કોઠારીયા મેઇન રોડ પર આવેલ નીલકંઠ સિનેમા સામેથી આનંદનગર મેઇન રોડ પર જવાના રસ્તેથી પસાર થતી બાઇક ચાલક બેલડીને અટકાવી તલાશી લેતા તેમની પાસેથી અંગ્રેજી દારૂની બોટલ મળી આવતા પોલીસે ધવલ મહેતા (ઉ.39) અને વિક્કી મોરે (ઉ.35)ની અટકાયત કરી દારૂ અને બાઇક મળી કુલ રૂા.20,500/-ની મતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમાં દરોડામાં બી ડિવી.પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી અંગ્રેજી દારૂની બોટલ સાથે સંદીપ યાદવ (ઉ.21)ની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર