ગુરુવાર, જાન્યુઆરી 9, 2025

ઈ-પેપર

ગુરુવાર, જાન્યુઆરી 9, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરઘુવંશી પરિવાર ચેરી. ટ્રસ્ટ મહિલા સમિતિ દ્વારા વીરદાદા જશરાજજીના શૌર્યદિન નિમિત્તે વિવિધ...

રઘુવંશી પરિવાર ચેરી. ટ્રસ્ટ મહિલા સમિતિ દ્વારા વીરદાદા જશરાજજીના શૌર્યદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાશે

અંતાક્ષરી, હાઉઝી અને રાસ-ગરબાનું આયોજન : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા બહેનોને આપી માહિતી

(આઝાદ સંદેશ),રાજકોટ: રઘુવંશીઓના આરાઘ્ય દેવ વીરદાદા જશરાજજીના શૌર્ય દિન નિમિત્તે 22 જાન્યુઆરીના રોજ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટની મહિલા સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.10-1ને શુક્રવારના રોજ અંતાક્ષરીનું આયોજન કરેલ છે. જે પાંચ-પાંચના ગૃપમાં રમાડવામાં આવશે. જેમાં રાજકોટમાં વસતા તમામ રઘુવંશી બહેનો તથા દીકરીઓ આ અંતાક્ષરીમાં ભાગ લઇ શકશે. જે અંતાક્ષરીમાં જુના નવા તેમજ ધાર્મિક ગીતોની રમઝટ બોલાવવામાં આવશે તેમજ તા.13ને સોમવારના દિવસે બમ્પર હાઉઝી તેમજ અન્ય ગેમનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ તા.16ને ગુરૂવારના રોજ રાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે. તમામ કાર્યક્રમનો સમય સાંજે 6 થી 9નો રાખેલ છે. તેમજ દરેક કાર્યક્રમના વિજેતા આવનારને ઇનામો આપવામાં આવશે તેમજ દરેક કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. આ તમામ સ્પર્ધા મઘ્યસ્થ કાર્યાલય, જાગનાથ મંદિર ચોક, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે યોજાશે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રીતિબેન પાઉં મો.નં.98791 91110 તથા શોભનાબેન બાટવીયા મો.નં.79909 72831નો સંપર્ક કરવો. રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સભ્ય બનવા માટે મો.નં.81414 88288 પર હાય લખી મોકલો. તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતમાં મનીષાબેન ભગદેવ, શીતલબેન બુદ્ધદેવ, પ્રીતિબેન પાઉં, કિરણબેન કેશરીયા, વર્ષાબેન પાંધી, કિર્તીબેન ગોટેચા, અનીતાબેન પાઉં, તૃપ્તિબેન નથવાણી, પલ્લવીબેન પોપટ, ભાવનાબેન જોબનપુત્રા, રોનકબેન પારેખ, અંજનાબેન ચતવાણી, જીતાબેન દતાણી, જલ્પાબેન દતાણી, હેમાબેન ગઢીયા, કુસુમબેન સેજપાલ, હેમાબેન કક્કડ, હેતલબેન ચતવાણી, નીષાબેન વણઝારા, હીરલબેન કટારીયા, મીનાબેન સુચક, કદમબેન બુદ્ધદેવે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર