ગુરુવાર, નવેમ્બર 14, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 14, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટનાગરિક બેન્કની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ : 26 ઉમેદવારો મેદાને

નાગરિક બેન્કની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ : 26 ઉમેદવારો મેદાને

સહકાર પેનલ અને સંસ્કાર પેનલ વચ્ચે થનાર જંગમાં ગઇકાલે 9 ડમી ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા : સંસ્કાર પેનલનાં કલ્પક મણિયાર સહિત ચાર ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવતાં હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી : 17મીએ ચૂંટણી યોજાય તે પૂર્વે તા. 14મીએ હાઇકોર્ટમાં સુનાવણી : કલેકટરને જવાબ આપવા નોટિસ

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ નાગરિક સહકારી બેંકના 21 ડિરેક્ટરોની ચૂંટણીમાં જ્યોતિન્દ્ર મામાની સહકાર પેનલના 21 અને ભાણેજ કલ્પક મણિયારની પેનલના 11 ઉમેદવારો વચ્ચે હવે ફાઈટ ટુ ફિનીસનો જંગ નિશ્ર્ચિત બની ગયો છે. આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે સહકાર પેનલના ડમી સહિતના 9 ઉમેદવારોએ દાવેદારી પરત ખેંચી લેતા 6 બેઠક બીન હરીફ થઈ ગઈ છે. આ તમામ બેઠક સહકાર પેનલના ખાતે ગઈ છે. હવે 15 બેઠક ઉપર 26 ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે.આ સાથે સંસ્કાર પેનલના ચાર ઉમેદવારોના ફોર્મ રદ થતા મામલો હાઈકોર્ટ પહોચતા ચૂંટણી અધિકારીને 14મીને ગુરૂવારના રોજ જવાબ આપવા આદેશ કર્યો છે.
નાગરિક બેંકની ચૂંટણીમાં હવે ભાજપ દ/ત ભાજપનો જંગ બની ગયો છે. સહકારી આગેવાન જ્યોતિન્દ્ર મામા અને કલ્પક મણિયાર વચ્ચે સંઘ અને ભાજપના આગેવાનોએ સમાધાનના તનતોડ પ્રયત્ન કર્યા પરતું સમાધાન નહી થતા અંતે ચૂંટણીનું ચિત્ર ફાયનલ થઈ ગયું છે. આજે સહકાર પેનલના 9 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા અન્ય શહેર એટલે કે, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જૂનાગઢ, મોરબી, ભૂજ, ગાંધીધામ, સુરેન્દ્રનગર, હળવદ, અમદાવાદ, વાંકાનેર, જામનગર, ભાવનગર, પડધરી, મુંબઈ, સુરત, નાગપુરની બેઠક બીનહરીફ થઈ છે.
આજે ચૂંટણી ચિત્ર ક્લીયર થતા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. નવા સહકારી કાયદા મુજબ યોજાનાર ચૂંટણી માટે ગત મોડીરાત્રીના સહકારી પ્રેસમાં બેલેટ છાપવા રવાના કરી દેવામાં આવ્યા છે. 17મીએ મતદાન હોય આજે મંગળવારના બેંક સહિતના 60 જેટલા ચૂંટણી સ્ટાફને તાલીમ આપવામાં આવનાર છે. નાગરિક બેંકમાં 17મીએ મતદાન માટે 7 બુથ ઉભા કરવામાં આવ્યા છે. તેમાં 332 મતદારો મતદાન કરનાર છે. બેંકમાં સહકાર અને સંસ્કાર પેનલ વચ્ચે વર્ચસ્વનો જંગ છે. ત્યારે અત્યારે સહકાર પેનલનું પલડુ ભારે હોવાનું સહકાર ક્ષેત્રના નિષ્ણાંતો માની રહ્યા છે. નાગરિક બેંકની ચૂંટણી અલગ ગણિતથી જ લડાતી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ત્યારે બેંકમાં કોની તરફે મતદાન થાય છે. તેની ઉપર સહકારી આગવાનોની નજર મંડાઈ છે.

કઈ પેનલમાં કેટલા ઉમેદવાર..?
સહકાર પેનલ : માધવ દવે, ચંદ્રેશ ધોળકિયા, દિનેશ પાઠક, અશોક ગાંધી, ભૌમિક શાહ, કલ્પેશ ગજ્જર, ચિરાગ રાજકોટિયા, વિક્રમસિંહ પરમાર, હસમુખ ચંદારાણા, દેવાંગ માંકડ, ડો.એન.જે.મેઘાણી, જીવણભાઇ પટેલ, જ્યોતિબેન ભટ્ટ, કીર્તિદાબેન જાદવ, બ્રિજેશ મલકાણ.
સંસ્કાર પેનલ : જયંત ધોળકિયા, લલિત વડેરિયા, ડો.ડી.કે.શાહ, વિશાલ મીઠાણી, દીપક અગ્રવાલ, ભાગ્યેશ વોરા, વિજય કારિયા, દીપક કારિયા, પંકજ કોઠારી, નીતાબેન શેઠ, હિનાબેન બોઘાણી.
આ 6 ઉમેદવાર બિનહરીફ થયા : સુરેન્દ્ર પટેલ-અમદાવાદ, દીપક બકરાણિયા-મોરબી, મંગેશજી જોશી- મુંબઇ, હસમુખ હિંડોચા-જામનગર, લલિત વોરા-ધોરાજી, નવીન પટેલ-એસસીએસટી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર