પાંચપીપળા રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં વસંતરાય ખુંહા (ઉ.વ.64) અને અમૃતલાલ મુરાણી (ઉ.વ.70)એ પગલુ ભરી લેતાં ચકચાર
(આઝાદ સંદેશ),રાજકોટ: જેતપુરમાં બે વયોવૃદ્ધ મીત્રોનો સજોડે આપઘાત કરી લેતા ચકચાર વ્યાપી છે. શહેરના પાંચ પીપળા રોડ પર આવેલ રહેણાંક મકાનમાં બે વયોવૃદ્ધ મિત્રો ભેગા મળી કોલ્ડ્રીંક્સમાં ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું હતું. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ શહેરના પાંચ પીપળા રોડ પર રેસીડેન્ટ મકાનમાંથી બે મીત્રોએ સજોડે આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પાંચ પીપળાના રોડ પર રહેતા વસંતરાય તોલારામ ખુવા (ઉ.64) તેમજ અમૃત કરશનભાઇ મુરાણી (ઉ.70) બંન્ને વયોવૃદ્ધ મીત્રોએ અગમ્ય કારણોસર ભેગા મળી કોલ્ડ્રીંક્સમાં ઝેરી પદાર્થ અથવા તો દવા ભેળવી મોતને વ્હાલું કર્યું હતું. જે જગ્યા પર બંન્ને મીત્રોએ એક સાથે આપઘાત કર્યો હતો. ઘટના સ્થળે બંન્ને મીત્રો ખુરશીમાં જ મૃત હાલતમાં મળી આવ્યા હતા તેમજ એક મૃતકના હાથમાં માળા હતી. તેમજ ઘટના સ્થળ પર ઓમ ત્રંબકમ યજામહેના મંત્રના જાપ ચાલુ હતા. પોલીસે બંન્ને મીત્રોની લાશને કબજે કરી પીએમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આપઘાતનું કારણ જાણવા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.