શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયરતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા ટાટા ટ્રસ્ટની જવાબદારી સંભાળશે : રિપોર્ટમાં...

રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા ટાટા ટ્રસ્ટની જવાબદારી સંભાળશે : રિપોર્ટમાં દાવો

રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. નોએલ ટાટા પહેલાથી જ ટાટા ટ્રસ્ટ્સના ટ્રસ્ટી છે.

 રતન ટાટાના નિધન બાદ તેમના ઉત્તરાધિકારને લઈને ઘણા સવાલો થયા હતા. જો કે હવે રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન બનાવવામાં આવતા આનો અંત આવી ગયો છે. નોએલ ટાટા પહેલાથી જ ટાટા ટ્રસ્ટ્સના ટ્રસ્ટી છે.

ટાટા સન્સના એમેરિટસ હેડ પદ્મ વિભૂષણ રતન ટાટાનું બુધવારે રાત્રે નિધન થયું હતું. 86 વર્ષીય રતન ટાટાએ મુંબઈની બ્રીચ કુંડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા બાદ સવાલ ઉભો થયો કે રતન ટાટાના ઉત્તરાધિકારી કોણ બનશે? જો તેમને સંતાન હોત તો કદાચ આ પ્રશ્ન ક્યારેય ઊભો ન થાત, પરંતુ રતન તાતા અપરિણીત હતા. ત્યારે હવે દરેક વ્યક્તિ તેની 3800 કરોડની નેટવર્થના વારસદાર વિશે જાણવા માંગે છે. આ દરમિયાન શુક્રવારે નિર્ણય લેવામાં આવ્યો કે નોએલ ટાટા રતન ટાટાના નવા ઉત્તરાધિકારી હશે.

તાતાની નવી પેઢીમાં લેઆ, માયા અને નેવિલનો સમાવેશ થાય છે. તેઓ રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાના સંતાનો છે. આ ત્રણેય, બાકીના વ્યાવસાયિકોની જેમ, ટાટા ગ્રુપની અંદર સતત પોતાનું સ્થાન બનાવી રહ્યા છે, કંપનીમાં આગળ વધી રહ્યા છે. સૌથી મોટી લીઆ ટાટાએ સ્પેનના મેડ્રિડમાં આવેલી આઇઇ બિઝનેસ સ્કૂલમાંથી માર્કેટિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તે ૨૦૦૬ માં ટાટા જૂથમાં તાજ હોટલ રિસોર્ટ્સ અને પેલેસ્સમાં સહાયક સેલ્સ મેનેજર તરીકે જોડાઈ હતી. આ પછી, તેઓ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડમાં વાઇસ પ્રેસિડેન્ટ છે, જે જુદી જુદી જવાબદારીઓ નિભાવે છે.

નોએલ નવલ ટાટાની નાની દીકરી માયાએ ગ્રુપની ફાઈનાન્સિયલ સર્વિસ કંપની ટાટા કેપિટલથી કરિયરની શરૂઆત કરી હતી. આ કંપનીમાં તેમણે એનાલિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. રતન તાતાના વારસદારોની યાદીમાં આગળ તેમના સાવકા ભાઈ નોએલ તાતાના પુત્ર નેવિલ તાતાનું નામ છે, જેમણે ટ્રેન્ટમાં પ્રોફેશનલ બિઝનેસ શરૂ કર્યો હતો. નેવિલેના લગ્ન ટોયોટા કિર્લોસ્કર ગ્રુપના વારસદાર માનસી કિર્લોસ્કર સાથે થયા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર