ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છદ્વારકા નજીકથી રૂા. 93 લાખ જેટલી કિંમતનું બિનવારસુ ચરસ કબ્જે કરાયું

દ્વારકા નજીકથી રૂા. 93 લાખ જેટલી કિંમતનું બિનવારસુ ચરસ કબ્જે કરાયું

(આઝાદ સંદેશ), રાજકોટ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા, મીઠાપુર, ઓખા વિસ્તારને સાંકળતા દરિયા કાંઠા વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે હાઇ ક્વોલિટીના કરોડો રૂપિયાના ચરસના પેકેટ દરિયાઈ પાણીમાં તણાઈ આવતા બિનવારસુ મળી આવ્યા હતા. જે પ્રકરણ સંદર્ભે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ વચ્ચે ગઈકાલે રાત્રે વધુ એક વખત રૂા. 93.30 લાખની કિંમતનું ચરસના બે પેકેટ બેટ દ્વારકાના દરિયા કાંઠેથી મળી આવ્યું છે.
મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલી એક દરગાહ પાસેના દરિયા કિનારા ખાતે ગઈકાલે સોમવારે રાત્રિના સમયે શંકાસ્પદ બે પેકેટ પડ્યા હોવાથી આ અંગે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અને આ પેકેટનો કબજો લીધો હતો. પોલીસ તપાસમાં આ પેકેટોમાં હાઈ ક્વોલિટીનો ચરસ હોવાનું જાહેર થયું છે. જેનું વજન 1 કિલો 866 ગ્રામ હોવાનું ખુલવા પામ્યું છે. આથી દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી વિભાગના પીએસઆઈ આર.જી. વસાવાએ જાતે ફરિયાદી બનીને કોઈ અજાણ્યા શખ્સોએ પોતાના અંગત ફાયદા માટે આ માદક પદાર્થ ચરસની હેરાફેરી કરી અને કોઈ પણ કારણોસર દરિયામાં અથવા દરિયાકાંઠે છોડી દીધો હતો. આ ચરસની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા 93 લાખ 30 હજારની ગણવામાં આવી છે. જે આરોપી શખ્સોએ પોલીસના હાથે પકડાઈ જવાની બીકથી છોડી દીધુ હતું. આ સમગ્ર પ્રકરણ અંગે બેટ દ્વારકા પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. કે.એસ. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર