ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છસગીરા સાથે દૂષ્કર્મ આચરવાના ગુનામાં ગોંડલ સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી

સગીરા સાથે દૂષ્કર્મ આચરવાના ગુનામાં ગોંડલ સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી

(આઝાદ સંદેશ), રાજકોટ : સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર શખ્સને ગોંડલની કોર્ટે 20 વર્ષ કેદની સજા ફટકારી છે. મળતી માહિતી મુજબ રાજકોટ પાસે આવેલ શાપર વેરાવળમાં રહેતા ફરીયાદીની ભોગ બનનાર દિકરીને આરોપી જગદીશ ઉર્ફે અજય સોમાભાઈ રાઠોડ જે તે સમયે શાપર વેરાવળમાં રહેતો હતો. સગીરાને જગદીશ ભગાડી ગયેલ તેવી સગીરાની માતાએ તા.07/10/23ના રોજ શાપર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ હતી.ઉપરોકત ફરીયાદ દાખલ થયા બાદ આરોપી જગદીશ મળી આવેલ તથા ભોગ બનનાર પણ મળી આવેલ પોલીસે આરોપી જગદીશની ધરપકડ કરેલ હતી. ત્યારબાદ સગીરાએ જણાવેલ કે, આરોપી તેને બદ કામ કરવાના ઈરાદે તેના મૂળ વતન કેશોદના ખમીદાણા ગામે લઈ ગયેલ હતો અને ત્યાં સગીરા સાથે તેની મરજી વિરૂધ્ધ બેથી ત્રણ વખત બળાત્કાર કરેલ તેવું સગીરાએ પોલીસ રૂબરૂના નિવેદનમાં જણાવ્યું હતું.ત્યારબાદ જગદીશ ઉર્ફે અજય સામે પોકસો અદાલતમાં ચાર્જસીટ થયેલ અને સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્વારા દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજુ થયેલ અને કોર્ટમાં ભોગ બનનાર સગીરાની જુબાની તથા દસ્તાવેજી પુરાવા તેમજ માતા પિતાની જુબાની તથા સરકારી વકીલની દલીલો ધ્યાને રાખી ગોંડલના સેશન્સ જજ એમ.એ. ભટ્ટીએ 20 વર્ષની કેદની સજા ફરમાવેલ છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા રોકાયેલ હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર