ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજૂનાગઢની સગીરાને દેહવ્યાપારમાં ધકેલવાના પ્રકરણમાં રાજકોટની હોટલના બે મેનેજર સહિત 4ની ધરપકડ

જૂનાગઢની સગીરાને દેહવ્યાપારમાં ધકેલવાના પ્રકરણમાં રાજકોટની હોટલના બે મેનેજર સહિત 4ની ધરપકડ

(આઝાદ સંદેશ),રાજકોટ: જૂનાગઢની તરૂણી પર દુષ્કર્મ આચરી દેહવિક્રયના ધંધામાં ધકેલી દેવાના પ્રકરણમાં પોલીસે રાજકોટની હોટલના બે મેનેજર સહીત ચાર શખસોની અટકાયત કરી છે. હોટલના મેનેજરે પણ દુષ્કર્મ આચરી મળતીયાઓ મારફત ગ્રાહકો મોકલી દેહવ્યાપાર કરાવતા હતા. પોલીસે હોટલના સીસીટીવી કબજે કરી અન્ય આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ જૂનાગઢમાં રહેતી એક તરૂણીને પ્રેમજાળમાં ફસાવી અરબાઝ મુલતાનીએ દુષ્કર્મ આચર્યું હતું બાદમાં રાજકોટ લઇ આવ્યો હતો. જ્યાં હોટલ ગ્લોરીમાં લઇ જઇ અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. અરબાઝે આ તરૂણીને તેના મિત્ર કૃપાલને હવાલે કરી હતી. કૃપાલ તેને હોટલ શિવશક્તિમાં લઇ ગયો હતો. અરબાઝનો મિત્ર અંશુ સુમરા તરૂણીને હોટલ વાત્સલ્યમાં લઇ ગયો હતો. જ્યાં દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ હાર્દિક અને ફરદીન સિંઘી અલગ અલગ દિવસોએ હોટલ કિંગલેન્ડમાં લઇ ગયા હતા. સત્યુગ ઉર્ફે સત્યમ હોટલ જસ્મીનમાં લઇ ગયો હતો. ત્યાં આ તમામ શખસોએ દુષ્કર્મ આચર્યું હતું. જસ્મીન હોટલના મેનેજર જસ્મીન મકવાણાએ પણ દુષ્કર્મ કર્યું હતું. બાદમાં આ તરૂણી હોટલ ઓમમાં જતી રહી હતી. જ્યાં સાત દિવસ રોકાઇ હતી. હોટલ મેનેજર આકાશ ઓડ અને તેના મળતીયાઓ દ્વારા હોટલમાં ગ્રાહકો મોકલતા હતા અને દેહવ્યાપાર કરાવતા હતા. અગાઉ પોલીસે આ કેસમાં કિરણ કાલુસીંગ બિષ્ટ અને રેહાન રિહાન યુનુસ શેખની ધરપકડ કરી હતી. જૂનાગઢ એ ડિવીઝન પીઆઇ બી.બી.કોળીએ જણાવ્યું હતું કે રાજકોટની હોટલમાં તપાસ દરમિયાન સીસીટીવી ફુટેજ કબજે કરવામાં આવ્યા છે. રાજકોટની હોટલના મેનેજર આકાશ અર્જુનસિંહ ઓડ, અવધૂત હોટલના મેનેજર હીરેન જગદીશ સાપરા, જસ્મીન દિનેશ મકવાણા અને હાર્દિક દીપક ઝાપડાની અટકાયત કરી અન્ય આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. વધુમાં ભોગ બનનાર તરૂણીને સાથે રાખી પોલીસે રાજકોટની હોટલના રજીસ્ટરમાં તપાસ કરતા તેમાં તરૂણીના આધારકાર્ડના બદલે અન્યના આધારકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યાનું સામે આવ્યું હતું. આ રજીસ્ટર અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર