ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છગોંડલના વેપારી ભાઈઓ પાસેથી ધાણા અને મેથી મંગાવી મુંબઈની બેલડીએ રૂા.8.43 લાખની...

ગોંડલના વેપારી ભાઈઓ પાસેથી ધાણા અને મેથી મંગાવી મુંબઈની બેલડીએ રૂા.8.43 લાખની છેતરપિંડી આચરી

(આઝાદ સંદેશ), રાજકોટ : ગોંડલના વેપારી બંધુ પાસેથી મુંબઈની બેલડીએ ધાણા અને મેથીનો જથ્થો મંગાવી શરૂઆતમાં થોડું પેમેન્ટ કરી બાદમાં બાકીના રૂ.8.43 લાખ ન આપી ફોન સ્વીચઓફ કરી નાંખી છેતરપીંડી આચરતાં ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.

મળતી માહિતી મુજબ, ગોંડલમાં રસિકભુવન મંદિર પાસે રહેતાં જયરાજસિંહ નિર્મળસિંહ ઝાલા (ઉ.વ.37)એ મુંબઈના કાંદીવલી વેસ્ટમાં રહેતા નીતીન સુરેશચંન્દ્ર રેવાવાળા અને સચીન કાંતિકુમાર આહુજા સામે ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ યોગીમોલ કોમ્પલેક્ષમાં તેમના મોટાભાઈ યુવરાજસિંહ સાથે આદિત્ય એક્ષપોર્ટ નામની ભાગીદારીમાં પેઢી છેલ્લા છ વર્ષથી ચલાવે છે.તેઓ ગોડલ માર્કેટીંગ યાર્ડમાંથી ધાણા, ચણા, મેથી તેમજ તમામ કઠોળ વિગેરે જણસીનુ લે-વેચ કરે છે.

દરમિયાન ગઈ તા.12/03/2024 ના ગોડલ માર્કેટીંગ યાર્ડ ખાતે નીતીન રેવાવાળા અને સચીન આહુજા વેપાર અર્થે આવેલ હતાં. ત્યારે તેઓને મળેલ હતા. બાદ તેઓએ એક વીઝીટીંગ કાર્ડ આપેલ હતુ અને તેમના નંબર પણ લીધેલ હતાં. ગઈ તા.05/04/2024 ના નીતીન રેવાવાળાનો ફોન આવેલ કહેલ કે, ધાણા, મેથીનું તમારું સેમ્પલ મોકલાવો જેથી તેઓએ બે અલગ ધાણા, મેથીના સેમ્પલો કુરીયરથી મોકલેલ હતાં. ગઈ તા.10/04/2024ના સેમ્પલ તેઓને મળેલ જે સેમ્પલો પંસદ આવતા ફોનથી 02 ટન મેથીનો ઓર્ડર કરેલ હતો. જેથી ગઈ તા.23/04 ના 02 ટન તથા 10 કિલો મેથી કિંમત રૂ.1,60,398 નો માલ ટ્રાંન્સપોર્ટ મારફતે મુંબઈ એચ.યુ. એન્ટરપ્રાઇઝમાં માલ મોકલેલ બાદમાં જેનુ પેમેન્ટ રૂ.75 હજાર કરેલ અને ફરીવાર ઓર્ડર કરતા ગઈ તા.30/04 ના 03 ટન મેથી રૂ.1,93,725 નો માલ મુંબઈ મોકલાવેલ હતો. બાદમાં પેમેન્ટની વાત કરતા ગઈ તા.03/05 ના રૂ.1 લાખ આરટીજીએસથી મોકલેલ બાદ ફરીવાર ધાણા અને મેથીનો ઓર્ડર કરતા 05 ટન 25 કિલો ધાણા રૂ.4,06,271 નો માલ મુંબઈ એચ.યુ.એન્ટરપ્રાઇઝમાં મોકલેલ અને પેમેન્ટની વાત કરતા ગઈ તા. 11/05 ના રૂ.85398 નું પેમેન્ટ કરેલ હતું. બાદમાં તેમની પર વિશ્ર્વાસ બેસતાં ફરીવાર 03 ટન 15 કિલો ધાણા તથા 03 ટન મેથી બન્ને એકસાથે કિંમત રૂ.4,37,488 નો માલ મુંબઈ મોકલેલ બાદ અલગ-અલગ 04 ગાડીઓમાં કુલ રૂ.11,97,882નો ધાણા તથા મેથીનો માલ મોકલેલ હતો. બાદમાં બાકીના પેમેન્ટ બાબતે નીતીન રેવાવાળા સાથે વાત કરતા તેઓએ ગઈ તા.11/05 ના રૂ.10 હજાર, તા.13/05 ના રૂ.83,725 નુ પેમેન્ટ કરેલ હતું.

બાદમાં બાકીના પેમેન્ટ બાબતે બન્ને શખ્સો સાથે અવાર-નવાર વાતચીત કરતા થોડા દિવસમાં કરી આપશુ જણાવી ખોટા વાયદા અને વચનો આપવા લાગેલ હતાં. જેથી બંને શખ્સોએ ધાણા અને મેથીના બાકી રૂ.8,43,758 ન આપી છેતરપીંડી આચરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

(આઝાદ સંદેશ), રાજકોટ : જેતપુરમાં મિત્ર સાથે મજાક કરવાં એક શખ્સે ઓનલાઈન ચાલતા ન્યુઝ પેજનો ઉપયોગ કરી જીવિત વ્યક્તિને મૃત થયાના સમાચાર બનાવી વાયરલ કરતાં ન્યૂઝ પેપરના સંચાલકે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, જેતપુરમાં બાપુની વાડી પાસે ખોડીયાર પાન વાળી ગલીમાં રહેતાં રાહુલભાઈ રમેશભાઈ સિંગલ(ઉ.વ.24)એ બીટુ ગાંધી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, ગત તા.01/02/2024 થી આરકે નેશનલ ન્યૂઝ નામે ઓનલાઈન ડીઝીટલ માધ્યમથી ન્યુઝ ચેનલ ચલાવે છે. જે ન્યુઝ ચેનલ તે મોબાઇલ ફોનથી ઓપરેટ કરે છે અને તે ટાઇટલ વાળુ ન્યુઝ પેજ બનાવી સોશીયલ મીડીયા (ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ) માં ડીઝીટલ સ્વરૂપે તેની પ્રસિદ્ધ કરે છે. દરમિયાન ગઈ તા.28 ના તેમના આરકે નેશનલ ન્યૂઝના ટાઈટલ વાળુ ન્યુઝ પેજ બનાવી સોશીયલ મીડીયા ઉપર મુકેલ હતું. જેમાં જેતપુર તાલુકાના રૂપાવટી ગામે બે દીવસ પહેલા પીયુષ મગનભાઈ સાદીયા નામનો યુવાન ચેકડેમમાં આકસ્મીક રીતે પડી જતા તેમનું મૃત્યુ નીપજેલ છે અને તેમની બોડી એસડીઆરએફની ટીમે શોધી કાઢેલ, જે મુજબના સમાચાર તે પેજમાં લખેલ હતા. તેમાં મૃતકનો ફોટો પણ સામેલ હતો.

બાદ સાંજના આઠેક વાગ્યે તેમને મો. 8511093450 પરથી ફોન આવેલ અને કહેલ કે, તમે રાહુલભાઈ બોલો તો તેમને કહેલ કે, હા હું રાહુલભાઈ બોલુ છું, બાદ તેમણે કહેલ કે, તમારા ન્યુઝ પેજ ઉપર સમાચાર લખેલ છે જેમાં જેતપુરના બાંગલા વિસ્તારના સેન ખાન બ્લોચ પાણીમાં પડી જતા તેમનું મૃત્યુ નીપજેલ છે તેવા સમાચાર જાહેર થયેલ છે. જેથી તેમને કહેલ કે, મેં તેવા કોઈ ન્યુઝ જાહેર કરેલ નથી. બાદ તે વ્યક્તિએ એક ફોટો મોકલેલ જે ફોટો જોતા ન્યુઝ પેજ હતુ અને તા.28 ના લખાવેલ સમાચાર જાહેર કરેલ હતા તેની જગ્યાએ કોઈ એડીટીંગ કરી મૃતકનું નામ અને ફોટોગ્રાફ બદલી નાખેલ હતા.

ત્યારબાદ રાહુલે તેમને ફોન કરી પુછેલ કે, આ ફોટો તમને કોણે મોકલેલ તે અંગે પૂછતાં તેમની કોઈ માહિતી આપેલ નહી. બાદમાં મો.8849341412 પરથી અજાણ્યા માણસનો ફોન આવેલ અને કહેલ કે, હું બીટ્ટુ ગાંધી બોલુ છું, તમારા ટાઈટલ વાળુ ન્યુઝ પેજ હતુ તેમાં જે એડીટીંગ કરેલ છે તે મેં જ કરેલ છે મેં મારા મિત્ર સાથે મજાક કરવા માટે તેવુ એડીટીંગ કરેલ હતું. જેથી ન્યૂઝ પેજનો દુરુપયોગ કરી ખોટી માહિતી શેર કરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર સોટી પોલીસે આઈટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર