ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છધોરાજી પોલીસ સ્ટેશનમાં યુવકના આપઘાતના મોત મામલે ત્રણ મહિલાકર્મી સસ્પેન્ડ

ધોરાજી પોલીસ સ્ટેશનમાં યુવકના આપઘાતના મોત મામલે ત્રણ મહિલાકર્મી સસ્પેન્ડ

(આઝાદ સંદેશ),રાજકોટ: ધોરાજી પોલીસ સ્ટેશનમાં યુવાને ગળાફાંસો ખાઇ લેવાના બનાવમાં જવાબદાર ઠરાવીને ત્રણ મહિલા પોલીસ કર્મચારીને રાજકોટ જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા છે.
મળતી માહિતી મુજબ ધોરાજી ખાતે રવિવારે બપોરના સમયે પોલીસ સ્ટેશનમાં અટકાયત કરાયેલા યુવકે પોતાના ગમછા વડે બારી સાથે ગમછો ટીંગાડી ગળાફાંસો ખાઇ લેતા ચકચાર મચી જવા પામી હતી. આ પ્રકારનો ગંભીર બનાવ બનતા જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. આ બાબતે જેતપુરના ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાએ જણાવેલું કે પુછપરછ માટે અટકાયત કરાયેલ કમલેશ કેશવજી પરમાર (ઉ.30)એ પોલીસ સ્ટેશનમાં જ ગળાફાંસો ખાઇ લીધો હતો. આ બનાવ બાબતે જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે આ ઘટનાને ગંભીર ગણીને ધોરાજી પોલીસ સ્ટેશનના હે.કો.સંગીતાબેન બધાભાઇ તેમજ બે એલલઆરડી પ્રીતિબેન ગોવિંદભાઇ તેમજ બીંદુબેન અરજણભાઇની જવાબદારી ગણી તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કર્યા છે. ત્રણ મહિલા કર્મચારી સસ્પેન્ડ થતા ધોરાજી પોલીસ બેડામાં ભારે ચર્ચા વ્યાપી ગઇ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર