ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજેતપુરમાં ન્યૂઝ પેપરના પેજનો દુરૂપયોગ કરી જીવિત વ્યક્તિને મૃત જાહેર કરનાર મિત્ર...

જેતપુરમાં ન્યૂઝ પેપરના પેજનો દુરૂપયોગ કરી જીવિત વ્યક્તિને મૃત જાહેર કરનાર મિત્ર સામે ફરિયાદ

જેતપુરમાં ન્યૂઝ પેપરના પેજનો દુરૂપયોગ કરી જીવિત વ્યક્તિને મૃત જાહેર કરનાર મિત્ર સામે ફરિયાદ આર.કે. નેશનલ ન્યૂઝના સંચાલક રાહુલ સિંગલ (ઉ.વ.24)ની ફરિયાદ ઉપરથી બીટુ ગાંધી સામે નોંધાયો ગુનો

(આઝાદ સંદેશ), રાજકોટ : જેતપુરમાં મિત્ર સાથે મજાક કરવાં એક શખ્સે ઓનલાઈન ચાલતા ન્યુઝ પેજનો ઉપયોગ કરી જીવિત વ્યક્તિને મૃત થયાના સમાચાર બનાવી વાયરલ કરતાં ન્યૂઝ પેપરના સંચાલકે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, જેતપુરમાં બાપુની વાડી પાસે ખોડીયાર પાન વાળી ગલીમાં રહેતાં રાહુલભાઈ રમેશભાઈ સિંગલ(ઉ.વ.24)એ બીટુ ગાંધી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, ગત તા.01/02/2024 થી આરકે નેશનલ ન્યૂઝ નામે ઓનલાઈન ડીઝીટલ માધ્યમથી ન્યુઝ ચેનલ ચલાવે છે. જે ન્યુઝ ચેનલ તે મોબાઇલ ફોનથી ઓપરેટ કરે છે અને તે ટાઇટલ વાળુ ન્યુઝ પેજ બનાવી સોશીયલ મીડીયા (ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ) માં ડીઝીટલ સ્વરૂપે તેની પ્રસિદ્ધ કરે છે. દરમિયાન ગઈ તા.28 ના તેમના આરકે નેશનલ ન્યૂઝના ટાઈટલ વાળુ ન્યુઝ પેજ બનાવી સોશીયલ મીડીયા ઉપર મુકેલ હતું. જેમાં જેતપુર તાલુકાના રૂપાવટી ગામે બે દીવસ પહેલા પીયુષ મગનભાઈ સાદીયા નામનો યુવાન ચેકડેમમાં આકસ્મીક રીતે પડી જતા તેમનું મૃત્યુ નીપજેલ છે અને તેમની બોડી એસડીઆરએફની ટીમે શોધી કાઢેલ, જે મુજબના સમાચાર તે પેજમાં લખેલ હતા. તેમાં મૃતકનો ફોટો પણ સામેલ હતો.

બાદ સાંજના આઠેક વાગ્યે તેમને મો. 8511093450 પરથી ફોન આવેલ અને કહેલ કે, તમે રાહુલભાઈ બોલો તો તેમને કહેલ કે, હા હું રાહુલભાઈ બોલુ છું, બાદ તેમણે કહેલ કે, તમારા ન્યુઝ પેજ ઉપર સમાચાર લખેલ છે જેમાં જેતપુરના બાંગલા વિસ્તારના સેન ખાન બ્લોચ પાણીમાં પડી જતા તેમનું મૃત્યુ નીપજેલ છે તેવા સમાચાર જાહેર થયેલ છે. જેથી તેમને કહેલ કે, મેં તેવા કોઈ ન્યુઝ જાહેર કરેલ નથી. બાદ તે વ્યક્તિએ એક ફોટો મોકલેલ જે ફોટો જોતા ન્યુઝ પેજ હતુ અને તા.28 ના લખાવેલ સમાચાર જાહેર કરેલ હતા તેની જગ્યાએ કોઈ એડીટીંગ કરી મૃતકનું નામ અને ફોટોગ્રાફ બદલી નાખેલ હતા.

ત્યારબાદ રાહુલે તેમને ફોન કરી પુછેલ કે, આ ફોટો તમને કોણે મોકલેલ તે અંગે પૂછતાં તેમની કોઈ માહિતી આપેલ નહી. બાદમાં મો.8849341412 પરથી અજાણ્યા માણસનો ફોન આવેલ અને કહેલ કે, હું બીટ્ટુ ગાંધી બોલુ છું, તમારા ટાઈટલ વાળુ ન્યુઝ પેજ હતુ તેમાં જે એડીટીંગ કરેલ છે તે મેં જ કરેલ છે મેં મારા મિત્ર સાથે મજાક કરવા માટે તેવુ એડીટીંગ કરેલ હતું. જેથી ન્યૂઝ પેજનો દુરુપયોગ કરી ખોટી માહિતી શેર કરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર સોટી પોલીસે આઈટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર