ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છ‘પપ્પા પરાણે ભણાવે છે’ તેમ કહીં પડધરીના સરપદડમાં ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ...

‘પપ્પા પરાણે ભણાવે છે’ તેમ કહીં પડધરીના સરપદડમાં ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઝેરી દવા પીધી

14 વર્ષીય તરૂણે જંતુ મારવાની ઝેરી દવા પીતા સારવાર માટે રાજકોટ ખસેડાયો’તો : તબિયત સ્થિર થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ

(આઝાદ સંદેશ), રાજકોટ : પડધરીના સરપદળમાં રહેતા ધો.10ના વિદ્યાર્થીએ ભણતરના ભારથી કંટાળી પોતાનાં ઘરે જંતુ મારવાનો પાવડર પી લેતાં તેમના પરિવારમાં ચિંતાની લાગણી પ્રસરી હતી. સારવારમાં સારુ થતાં વિદ્યાર્થીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, પડધરીના સરપદળ ગામમાં રહેતાં 14 વર્ષિય તરૂણે ગઈકાલ બપોરે પોતાનાં ઘરે જંતુ મારવાનો ઝેરી પાવડર પી લેતાં તાકિદે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં સારુ જણાતાં તબીબે રજા આપી હતી. તરૂણ ધોરણ 10 માં અભ્યાસ કરે છે. ગઈકાલે વિદ્યાર્થી રાજકોટમાં આવી મોજ મસ્તી કરી ઘરે ચાલ્યો ગયો હતો.
બાદ પગલું ભર્યું હતું. વિદ્યાર્થીને ભણવામાં રુચિ ન હોય અને ભણતરનો ભાર હોય એવું સતત લાગી રહ્યું છે. વિદ્યાર્થીના પિતા તેમનાં પુત્રના ઉજ્જળા ભવિષ્ય માટે પુત્રને ભણવું જરૂરી છે તેવું સમજાવ્યું હતું. પણ પુત્રને ભણવું ગમતું ન હોય અને તેના પિતા ભણાવવા માંગતા હોય જેથી કંટાળી વિદ્યાર્થીએ ગઈકાલે પોતાનાં ઘરે જંતુ મારવાનો ઝેરી પાવડર પી લીધો હતો.
જેની જાણ તેના પિતાના થતાં તુરંત વિદ્યાર્થીને પડધરી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદ તબિયતમાં સુધારો થતાં રજા આપવામાં આવી છે. આપઘાતનો પ્રયાસ કરનાર વિદ્યાર્થી તેમનાં પરિવારમાં એકનો એક પુત્ર છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર