સોમવાર, સપ્ટેમ્બર 14, 2026

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 14, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતસતત બીજા દિવસે મેઘમહેર : મધ્ય ગુજરાત અને અમદાવાદમાં જળબંબાકાર, સૌરાષ્ટ્રમાં મેઘરાજા...

સતત બીજા દિવસે મેઘમહેર : મધ્ય ગુજરાત અને અમદાવાદમાં જળબંબાકાર, સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને નથી વરસતા

બપોરે ૧૨ વાગ્યા સુધીમાં આણંદના બોરસદમાં ૫.૨૪ ઇંચ, જૂનાગઢના માળીયા હાટીનામાં અઢી ઈંચ, ભેસાણમાં 2 ઈંચ

(આઝાદ સંદેશ) રાજકોટ : હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી મેઘરાજાએ લાંબા વિરામ બાદ ફરી મેઘમહેર કરી છે.ગઈકાલ બાદ આજે સોમવારે પણ રાજ્યના 210 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ખાસ કરીને મેઘરાજાએ મધ્ય ગુજરાત અને અમદાવાદમાં તોફાની બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ હજુ પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા ન હોવાથી ખેડૂતો સારા વરસાદની આશા સેવી રહ્યા છે.સોમવારે સવારથી બપોરના બાર વાગ્યા સુધીમાં આણંદના બોરસદમાં ૫.૨૪ ઇંચ, જૂનાગઢના માળીયા હાટીનામાં અઢી ઈંચ, ભેસાણમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડા મુજબ આજે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સૌથી વધુ ૧૩૩ મીમી એટલે કે,આશરે ૫.૨૪ ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત અમદાવાદના ધોળકામાં ૧૦૨ એમએમ (૪.૦૨ ઇંચ), વડોદરાના કરજણમાં ૯૭ એમએમ (૩.૮૨ ઇંચ) અને પંચમહાલના ગોધરામાં ૮૬ એમએમ (૩.૩૯ ઇંચ) વરસાદ નોંધાયો છે. આણંદના તારાપુરમાં ૭૮ એમએમ અને નવસારીના ગણદેવીમાં ૭૪ એમએમ વરસાદ પડ્યો છે.ઉપરાંત ખેડાના નડિયાદમાં ૭૧ એમએમ, માતરમાં ૬૯ એમએમ અને અરવલ્લીના બાયડ તથા મેઘરજમાં ૬૭-૬૭ એમએમ વરસાદ વરસ્યો છે.ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના અહેવાલ સાંપડી રહ્યા છે.જો કે, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘમહેર થઇ છે પરંતુ રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર એટમજ ખાસ કરીને કચ્છ જિલ્લામાં હજુ પણ મેઘરાજા મનમુકીને નહીં વરસતા મેઘાન્ડબર વચ્ચે લોકો સારા વરસાદની મીટ માંડીને બેઠા છે.

બીજીતરફ આજે સવારથી અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે એકલવ્ય સ્કૂલની બસ પાણીમાં ફસાઈ હોવાની ઘટના સામે આવી છે. સ્કૂલ બસ બંધ થતા પ્રાથમિક સ્કૂલના બાળકો ફસાયા હતા. સ્કૂલ દ્વારા બીજી બસની વ્યવસ્થા કરી બાળકોને ઘરે મુકવાની વ્યવસ્થા કરવામાં આવીસાથે જ શહેરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ નદી બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.આ ઉપરાંત ભરૂચ શહેરમાં ભારે વરસાદને કારણે આંગન એપાર્ટમેન્ટના પાર્કિંગમાં દીવાલ ધસી પડતા પાર્ક કરેલી 7થી 8 જેટલી ગાડીઓ કાટમાળમાં દબાઈ ગઈ હતી. સાથે જ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાના કારણે મુખ્ય માર્ગ પર વાહન વ્યવહારને ભારે અસર પહોંચી હતી.

છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ સાડાચાર ઈંચ વરસાદ

સમગ્ર રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈ સોમવારે સવારે છ વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ ૧૧૩ મિમી (આશરે ૪.૪૫ ઇંચ) વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ભરૂચના વાલિયામાં ૯૭ મિમી (૩.૮૨ ઇંચ), વલસાડના નાનાપોંઢામાં ૯૦ મિમી (૩.૫૪ ઇંચ) અને ધરમપુરમાં ૮૭ મિમી (૩.૪૩ ઇંચ) વરસાદ નોંધાયો હતો. આ સાથે જ બોટાદના બરવાળામાં ૮૬ મિમીઅને મહેસાણાના બેચરાજીમાં ૮૫ મિમી વરસાદ પડ્યો હતો.મહત્વનું છે કે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતના વાંસદા, વાપી, ઉમરગામ તેમજ સુરતના ઉમરપાડા પંથકમાં પણ મેઘમહેરથી જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઇ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર