ગુરુવાર, સપ્ટેમ્બર 10, 2026

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 10, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયરશિયાનું ડ્રોન વિમાન નજીક પહોંચી ગયું, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી માંડ બચ્યા

રશિયાનું ડ્રોન વિમાન નજીક પહોંચી ગયું, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી માંડ બચ્યા

નોર્વેના રાજા હેરાલ્ડ પંચમની અંતિમ વિધિમાં જતા સમયે એરપોર્ટ નજીક બનેલી ઘટના

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી પર એક મોટું જોખમ ટળ્યું છે. મંગળવારે મોલ્ડોવાથી નોર્વેના ઓસ્લો જઈ રહેલા ઝેલેન્સ્કીના વિમાનની નજીક એક રશિયન ડ્રોન આવી પહોંચ્યું હતું. જોકે, યોગ્ય સમયે ડ્રોનની માહિતી મળતા જ વિમાનનું ટેકઓફ અસ્થાયી રૂપે રોકી દેવામાં આવ્યું હતું, જેના કારણે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આબાદ બચાવ થયો હતો.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી મંગળવારે સાંજે નોર્વેના રાજા હેરાલ્ડ પંચમના અંતિમ સંસ્કારમાં સામેલ થવા ઓસ્લો પહોંચ્યા હતા, ત્યારે આ ખતરનાક ઘટના ઘટી હતી.મોલ્ડોવા સરકારના પ્રવક્તાએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઘટના ટેકઓફ થાય તે પહેલાં જ બની હતી. મોલ્ડોવાના અધિકારીઓએ રશિયન ડ્રોન એલર્ટને પગલે તરત જ પોતાનું હવાઈ ક્ષેત્ર અસ્થાયી રૂપે બંધ કરી દીધું હતું. મોલ્ડોવા સરકારે પુષ્ટિ કરી છે કે આ ડ્રોન રશિયા દ્વારા જ મોકલવામાં આવ્યું હતું. જ્યારે ડ્રોન મોલ્ડોવા ક્ષેત્રમાં જઈને પડ્યું હોવાની ખાતરી થઈ, ત્યારબાદ જ ઝેલેન્સ્કીના વિમાનને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી હતી.

રિપોર્ટ્સ મુજબ, જ્યારે ઝેલેન્સ્કી નોર્વેમાં હતા ત્યારે રશિયાએ મોલ્ડોવા સરહદને અડીને આવેલા દક્ષિણ-પૂર્વ વિસ્તારોમાં આક્રમક હુમલા જારી રાખ્યા હતા, જેમાં આઠ લોકોના મોત થયા હતા.આ ખતરનાક ઘટનાક્રમ વચ્ચે,અમેરિકાએ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે યુક્રેન અને રશિયા સાથે ત્રિપક્ષીય વાર્તા ફરી શરૂ કરવા પર ભાર મૂક્યો છે. અમેરિકી દૂતો સ્ટીવ વિટકૉફ અને જૈરેડ કુશનેરે કીવમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે આ મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક કુશનેર અને વિટકૉફની રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે થયેલી ચર્ચાના એક દિવસ બાદ યોજાઈ હતી.ઝેલેન્સ્કીએ પણ આ પ્રસ્તાવનું સ્વાગત કરતા યુરોપિયન દેશોને સામેલ કરીને વ્યાપક વાર્તા માટે પણ તૈયારી દર્શાવી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર