ગુરુવાર, સપ્ટેમ્બર 10, 2026

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 10, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયદિલ્હીની મતદાર યાદીમાં રાઘવ ચઢ્ઢાનું નામ સામેલ કરવા પર વિવાદ

દિલ્હીની મતદાર યાદીમાં રાઘવ ચઢ્ઢાનું નામ સામેલ કરવા પર વિવાદ

પંજાબમાં નામ કટ્ટ થયા બાદ ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી કે અરજી નિયમોનુસાર મંજૂર થઈ છે

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પર દિલ્હીમાં ગેરકાયદેસર રીતે મતદાર તરીકે નામ નોંધાવવાના આરોપો મૂકવામાં આવ્યા હતા, જેના જવાબમાં દિલ્હીના મુખ્ય નિર્વાચન અધિકારી કાર્યાલયે સ્પષ્ટતા કરી છે કે આ સમગ્ર પ્રક્રિયા નિયમો મુજબ કરવામાં આવી છે. ચૂંટણી વિભાગના જણાવ્યા અનુસાર, રાઘવ ચઢ્ઢાએ ૨૬ ઓગસ્ટે રાજિન્દર નગર વિધાનસભા ક્ષેત્રની મતદાર યાદીમાં નામ સામેલ કરાવવા માટે ફોર્મ ૬ દ્વારા અરજી કરી હતી, જેને તમામ નિર્ધારિત પ્રક્રિયાઓ અને સાત દિવસની નોટિસ અવધિ પૂર્ણ થયા બાદ ૨ સપ્ટેમ્બરે મંજૂરી આપવામાં આવી હતી.

અગાઉ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી અનુરાગ ધાંડાએ આરોપ લગાવ્યો હતો કે ચઢ્ઢાનું નામ ગેરકાયદેસર રીતે પાછલા દરવાજેથી મતદાર યાદીમાં જોડવામાં આવ્યું છે. આપ દ્વારા માંગ કરવામાં આવી હતી કે ચઢ્ઢાનું ફોર્મ ૬ સાર્વજનિક કરવામાં આવે અને સામાન્ય નાગરિકોની જેમ વાંધો નોંધાવવાની તક આપવામાં આવે. આપનું એવું પણ કહેવું હતું કે પંજાબની ખાસ મતદાર પુનરીક્ષણ એટલે કે, સરની કાર્યવાહી દરમિયાન મતદાર યાદીમાંથી નામ હટાવ્યા બાદ તેમણે દિલ્હીમાં નામ નોંધાવ્યું છે. જોકે, ચૂંટણી પંચના નિયમો મુજબ કોઈપણ પાત્ર નાગરિક કે જેનું નામ યાદીમાં ન હોય, તે ફોર્મ ૬ દ્વારા અરજી કરી શકે છે.

દિલ્હી ચૂંટણી વિભાગે સ્પષ્ટ કર્યું હતું કે, રાઘવ ચઢ્ઢાની અરજી પર ચૂંટણી પંચની નક્કી કરેલી માર્ગદર્શિકા મુજબ જ કાર્યવાહી થઈ છે. વિપક્ષ દ્વારા પૂછવામાં આવેલા સવાલ પર કે ડ્રાફ્ટ યાદીમાં અંતિમ ક્રમ પછી ચઢ્ઢાનું નામ કેવી રીતે દેખાયું, તેના જવાબમાં પંચે જણાવ્યું કે એસઆઇઆરની ૧૪ મેની ગાઇડલાઇન મુજબ પુનરીક્ષણ દરમિયાન મંજૂર થતાં જ નામ ડ્રાફ્ટ યાદીના છેલ્લા ક્રમ પછી ડેટાબેઝમાં દેખાવા લાગે છે. અંતિમ મતદાર યાદી તમામ દાવાઓ અને વાંધાઓનો નિકાલ થયા પછી જ પ્રકાશિત થાય છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને કાયદેસર ગણાવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર