શુક્રવાર, સપ્ટેમ્બર 25, 2026

ઈ-પેપર

શુક્રવાર, સપ્ટેમ્બર 25, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયતમારાથી કંટાળી ગયા છીએ ! ચૂંટણી ચિહ્ન વિવાદમાં કલકત્તા હાઈકોર્ટે ચૂંટણી પંચની...

તમારાથી કંટાળી ગયા છીએ ! ચૂંટણી ચિહ્ન વિવાદમાં કલકત્તા હાઈકોર્ટે ચૂંટણી પંચની ઝાટકણી કાઢી

અગાઉ ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટને ફાળવેલું ચૂંટણી ચિન્હ ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસને ફાળવી દેતા મામલો કોર્ટમાં

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : કલકત્તા હાઈકોર્ટે ગુરુવારે ચૂંટણી ચિહ્નની ફાળવણીના વિવાદમાં ચૂંટણી પંચની આકરી ઝાટકણી કાઢી હતી. વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણીમાં ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટ દ્વારા ઉપયોગમાં લેવાયેલું ‘પરબીડિયું’ ચિહ્ન આગામી 6 ઓક્ટોબરની પેટાચૂંટણી માટે ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસને ફાળવી દેવાતા કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ કૃષ્ણા રાવે ચૂંટણી પંચના વકીલને ફટકાર લગાવતા કહ્યું હતું કે, અમે ખરેખર તંત્રથી કંટાળી ગયા છીએ. જેવી ચૂંટણી શરૂ થાય છે કે તમે મુશ્કેલીઓ ઊભી કરવાનું શરૂ કરી દો છો, જેના કારણે રાજકીય પક્ષોએ કાયદાકીય કાર્યવાહી કરવા કોર્ટમાં આવવું પડે છે અને અદાલત પર બિનજરૂરી બોજ વધે છે.

કોલકતા હાઇકોર્ટના જસ્ટિસ કૃષ્ણા રાવે ચૂંટણી પંચને નિષ્પક્ષ અને ન્યાયી રીતે કામ કરવાની કડક ટકોર કરી હતી. નારાજ જજે સવાલ ઉઠાવ્યો હતો કે 183 જેટલા ચૂંટણી ચિહ્નો ઉપલબ્ધ હોવા છતાં પંચે બીજા પક્ષને આપવા માટે પરબીડિયું ચિહ્ન જ કેમ પસંદ કર્યું? તેમણે પૂછ્યું કે, ચૂંટણી પંચ શા માટે વિવાદોમાં પડીને પક્ષોને કોર્ટમાં જવા મજબૂર કરે છે? શું કામ કરવાની આ જ રીત છે? જો તમને ખબર છે કે માત્ર ચાર મહિના પહેલાં જ એક રાજકીય પક્ષે આ ચિહ્નનો ઉપયોગ કર્યો હતો, તો પેટાચૂંટણી માટે તમે એ જ ચિહ્ન કેમ પસંદ કર્યું? તમે તેને અન્ય ચિહ્નોની જેમ અનામત (રિઝર્વ) કેમ ન રાખ્યું?”

વિધાનસભા ચૂંટણીમાં ભાંગર બેઠક જીતનારા નૌશાદ સિદ્દીકીના નેતૃત્વવાળા પક્ષે ‘પરબીડિયું’ ચિહ્ન સ્થગિત કરવાની માંગ સાથે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ચૂંટણી પંચે પેટાચૂંટણી માટે ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસને ‘પરબીડિયું’ આપીને આઇએસએફને ‘કબાટ’  ચિહ્ન ફાળવ્યું છે. જેથી આઇએસએફના વરિષ્ઠ વકીલ બિકાશ રંજન ભટ્ટાચાર્યએ કોર્ટમાં દલીલ કરી હતી કે તેમણે 2026ની વિધાનસભા ચૂંટણી ‘પરબીડિયું’ ચિહ્ન પર લડી હતી અને તેઓ પેટાચૂંટણી પણ લડી રહ્યા છે, ત્યારે ચિહ્ન બદલાવાથી તેમના મતદારોમાં ભારે મૂંઝવણ ઊભી થશે.બીજી તરફ, ચૂંટણી પંચના વકીલે બચાવ કરતા કહ્યું હતું કે આઇએસએફ એક નોંધાયેલ પરંતુ બિન-માન્યતા પ્રાપ્ત પક્ષ છે અને આવા પક્ષો પાસે કોઈ અનામત ચિહ્ન હોતું નથી આ મામલે શુક્રવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર