શુક્રવાર, સપ્ટેમ્બર 25, 2026

ઈ-પેપર

શુક્રવાર, સપ્ટેમ્બર 25, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં દારૂના ત્રણ દરોડા: વેપારી સહિત ત્રણ શખ્સો રૂ. ૮૬ હજારના મુદ્દામાલ...

રાજકોટમાં દારૂના ત્રણ દરોડા: વેપારી સહિત ત્રણ શખ્સો રૂ. ૮૬ હજારના મુદ્દામાલ સાથે પકડાયા

રાજકોટ : રાજકોટ શહેરમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસે હાથ ધરેલી ઝુંબેશ અંતર્ગત યુનિવર્સિટી, ભક્તિનગર અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન વિદેશી દારૂની બોટલો અને વાહન સહિત કુલ રૂ. ૮૬,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી એક વેપારી સહિત ત્રણ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

​પ્રથમ દરોડામાં યુનિવર્સિટી પોલીસના સ્ટાફે બાતમીના આધારે પ્રસિલ પાર્ક જવાના રોડ પર ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ઈ-સ્કૂટર પર દારૂ લઈને નીકળેલા ભૌમિક રાજુલભાઈ ઉગ્રેજા (ઉ.વ.૩૧, રહે. દર્શીલ રો-હાઉસ, રેલનગર)ને રોકી તલાશી લેતા તેની પાસેથી દારૂના ૫ ચપલા અને ૬ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ તેમજ ઈ-સ્કૂટર મળી કુલ રૂ. ૮૩,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

​બીજા દરોડામાં ભક્તિનગર પોલીસના સ્ટાફે કોઠારીયા રોડ નજીક આવેલી સોરઠીયાવાડી શેરી નંબર ૧૧ પાસેથી વિપુલ વલ્લભભાઈ વણપરીયા (ઉ.વ.૪૮, રહે. મેઘાણીનગર, કોઠારીયા રોડ) નામના વેપારીને દારૂની ૧ બોટલ સાથે ઝડપી લીધો હતો. વેપારી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

​ત્રીજી કાર્યવાહીમાં તાલુકા પોલીસ સ્ટાફે વાવડી વિસ્તારમાં આવેલ પુનીતનગર મેઈન રોડ પરથી મહેશ ખીમજીભાઈ જાદવ (ઉ.વ.૩૯, રહે. ભારતનગર ટાઉનશીપ)ને દારૂની ૧ બોટલ સાથે પકડી પાડ્યો હતો. ત્રણેય કિસ્સામાં પોલીસે Prohibition Act હેઠળ ગુના નોંધી વધુ તપાસ ચલાવી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર