સોમવાર, સપ્ટેમ્બર 21, 2026

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 21, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયટાટા ગ્રુપમાં વિવાદ વકર્યો, એન. ચંદ્રશેખરનના ત્રીજા કાર્યકાળ મુદ્દે કાનૂની જંગના એંધાણ

ટાટા ગ્રુપમાં વિવાદ વકર્યો, એન. ચંદ્રશેખરનના ત્રીજા કાર્યકાળ મુદ્દે કાનૂની જંગના એંધાણ

ચેરમેનના કાર્યકાળને લઈને વિવાદની શરૂઆત સાથે જ ટાટા ગ્રુપના શેરમાં ભાવ તૂટ્યા

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન એન. ચંદ્રશેખરનની ત્રીજા કાર્યકાળ માટે પુનઃનિયુક્તિને લઈને ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ્સ વચ્ચે વિવાદ ઘેરો બન્યો છે. ગત ૧૭ સપ્ટેમ્બરે ટાટા સન્સના બોર્ડે ચંદ્રશેખરનને ત્રીજી મુદત આપવા માટે પ્રસ્તાવ પસાર કર્યો હતો, જેમાં ચાર મત તરફેણમાં અને એક મત વિરુદ્ધમાં પડ્યો હતો. અહેવાલો મુજબ, આ વિરોધી મત ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ આપ્યો હતો. ટાટા સન્સમાં લગભગ ૬૬ ટકા હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટ્સે આ પ્રસ્તાવને અમાન્ય ગણાવ્યો છે અને દાવો કર્યો છે કે કંપનીના નિયમો અનુસાર બોર્ડના આવા નિર્ણયો માત્ર ડિરેક્ટરોની સામાન્ય સંખ્યા અથવા બહુમતીથી લઈ શકાય નહીં. આ મામલે હવે કાનૂની જંગની તૈયારી શરૂ થઇ છે.

 ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન પદને લઈ આંતરિક વિવાદ હવે સપાટી ઉપર આવ્યો છે. ગયા મહિને ચંદ્રશેખરને પોતે પણ બોર્ડને પત્ર લખીને ત્રીજી મુદત ન માંગવાની વાત કરી હતી.જે બાદ મતદાન થકી એન. ચંદ્રશેખરનની ત્રીજા કાર્યકાળ માટે પુનઃનિયુક્તિ થતા હવે આ મામલે કાનૂની જંગની તૈયારીઓ શરૂ થઇ છે.દિગ્ગજ કંપનીમાં આંતરિક વિવાદની સીધી અસર સોમવારે શેરબજારમાં ટાટા ગ્રુપની વિવિધ લિસ્ટેડ કંપનીઓના શેરો પર જોવા મળી હતી. શરૂઆતી કારોબારમાં ટાટા કેમિકલ્સના શેરમાં ૩ ટકા, નેલ્કોમાં ૨.૭ ટકા અને ટાટા પાવર, ટાટા ઇન્વેસ્ટમેન્ટ તથા ટાટા ટેક્નોલોજીસના શેરોમાં ૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ટાટા ટ્રસ્ટ્સ આ વિવાદિત નિમણૂકને કોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ પણ સોશિયલ મીડિયા પર આ મામલે જોડાવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. સામાપક્ષે હરીશ સાલ્વી દ્વારા આંતરિક વિવાદમાં એન.ચન્દ્રા તરફી કેસ લડવા માટે મેદાનમાં ઉઈતરી રહ્યા હોવાથી એકસમયે ટાટા જૂથ માટે સંયુક્ત કાનૂની જંગ લડનાર વકીલો હવે સામેસામે આવી ગયા હોવાથી બન્ને પક્ષો વચ્ચે જલ્દી જ મોટી કાનૂની લડાઈ શરૂ થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર