મંગળવાર, નવેમ્બર 17, 2026

ઈ-પેપર

મંગળવાર, નવેમ્બર 17, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયબીબીસી, સીએનબીસી અને ઝૂમ સહિત ૧૭૮ વેબસાઇટ્સ પર સાયબર હુમલો : ક્રિપ્ટોકરન્સી...

બીબીસી, સીએનબીસી અને ઝૂમ સહિત ૧૭૮ વેબસાઇટ્સ પર સાયબર હુમલો : ક્રિપ્ટોકરન્સી અને આઈફોન યુઝર્સ નિશાના પર

માઈક્રોસોફ્ટમાં ખામી, અમેરિકામાં હવાઈ સેવા ખોરવાયા બાદ સાયબર હુમલાની ઘટનાથી વૈશ્વિક અફરાતફરી

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : માઈક્રોસોફ્ટમા ખામી, અમેરિકામા હવાઈ સેવા ખોરવાઈ જવાની સાથે બેન્કિંગ કામગીરી ઠપ્પ થવાની ઘટના બાદ હવે વિશ્વની અગ્રણી સમાચાર સંસ્થા સીએનએન, બીબીસી, ફોક્સ ન્યૂઝ, ઝૂમ, એચએસબીસી અને આઈકિયા સહિત વિશ્વભરની ૧૭૮ જેટલી મોટી વેબસાઇટ્સ અને કોર્પોરેટ સંસ્થાઓ સાયબર હુમલાનો શિકાર બની છે. સુરક્ષા સંશોધકોના જણાવ્યા અનુસાર, આ ખતરનાક માલવેર દ્વારા યુઝર્સના ક્રિપ્ટોકરન્સી વૉલેટ ચોરવાનો અને આઈફોન ડિવાઇસિસને સંક્રમિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ, આ સાયબર હુમલો વેબસાઇટ ઓપ્ટિમાઈઝેશન પ્લેટફોર્મ ‘ઓપ્ટિમાઈઝ્લી’ ના માધ્યમથી કરવામાં આવ્યો હતો. હેકર્સોએ આ પ્લેટફોર્મની સ્ક્રિપ્ટમાં ચેડાં કરીને વેબસાઇટ્સ પર શંકાસ્પદ અને હાનિકારક જાવાસ્ક્રિપ્ટ કોડ દાખલ કરી દીધો હતો. પરિણામે, જ્યારે સામાન્ય યૂઝર્સ આ વેબસાઇટ્સ ખોલતા ત્યારે પેજ તો સામાન્ય રીતે ખુલતું, પરંતુ બ્રાઉઝરની બેકગ્રાઉન્ડમાં આ ખતરનાક કોડ પણ સક્રિય રીતે કામ કરી રહ્યો હતો. હડસનરોક જેવી સાયબર સુરક્ષા ફર્મે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે આ સાઇટ્સ દ્વારા તેના મુલાકાતીઓને મિલિશિયસ કોડ સર્વ કરવામાં આવ્યો હતો.

વધુમાં આ સાયબર હુમલા પાછળ હેકર્સોના મુખ્યત્વે ચાર હેતુઓ હોવાનું સ્પષ્ટ બન્યું છે જેમાં જો કોઈ યૂઝર પેજ પર ક્રિપ્ટો વૉલેટ એડ્રેસ જોતો કે કૉપિ કરતો, તો કોડ તેને બદલીને હેકર્સોના પોતાના વૉલેટમાં રીડાયરેક્ટ કરી દેતો. સાથે જ બેંક કાર્ડની વિગતોની ચોરી કરવા માટે વેબસાઇટના ફોર્મમાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડ નંબર અને સીવીવી જેવી સંવેદનશીલ નાણાકીય માહિતી ભરાતી વખતે તેને ચોરી લેવામાં આવતી હતી.સાથે જ બ્રાઉઝર કુકીઝ વાંચીને પેજના સ્ક્રીનશોટ લેવાના પ્રયાસો થયા હતા. તેમજ એપલના આઈફોન અને આઈપેડ યુઝર્સને નિશાન બનાવીને ડિવાઇસની સુરક્ષા ભેદવાના કોડ છોડવામાં આવ્યા હતા.

સેલ્સફોર્સ અને ઇક્વિફૅક્સ જેવી દિગ્ગજ કંપનીઓએ આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે અને સાવચેતીના ભાગરૂપે ઓપ્ટિમાઈઝ્લી પ્લેટફોર્મનો ઉપયોગ અસ્થાયી રૂપે અટકાવી દીધો છે. જોકે, ઓપ્ટિમાઈઝ્લી, એપલ, ઝૂમ અને સીએનએન જેવી કંપનીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે બનેલી આ ઘટનાથી વૈશ્વિક સ્તરે ડેટા સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર