મંગળવાર, નવેમ્બર 17, 2026

ઈ-પેપર

મંગળવાર, નવેમ્બર 17, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસ્પોર્ટ્સજય શાહ સતત બીજી ટર્મ માટે બિનહરીફ ICC ચેરમેન તરીકે ચૂંટાયા

જય શાહ સતત બીજી ટર્મ માટે બિનહરીફ ICC ચેરમેન તરીકે ચૂંટાયા

બાલીમાં મળેલી બેઠકમાં નિર્ણય : લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસીને ગણાવી ઐતિહાસિક તક

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ બોર્ડે જય શાહને બીજી ટર્મ માટે આઈસીસી ચેરમેન તરીકે બિનહરીફ નિયુક્ત કર્યાની સત્તાવાર જાહેરાત કરી છે. ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલી બોર્ડ અને કમિટીની બેઠકોમાં આઈસીસી ડિરેક્ટર્સની દરખાસ્ત બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિમણૂક શાહના નેતૃત્વમાં બોર્ડનો અડગ વિશ્વાસ દર્શાવે છે અને ક્રિકેટના વૈશ્વિક વિસ્તરણ તથા વ્યાપારી વિકાસના લક્ષ્યને આગળ ધપાવશે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાં પોતાની પુનઃનિમણૂક અંગે આભાર વ્યક્ત કરતા જય શાહે જણાવ્યું હતું કે, આઈસીસી બોર્ડે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે તેનાથી હું ખૂબ જ સન્માનિત અનુભવું છું. વિશ્વભરમાં ક્રિકેટના હિતોને આગળ વધારવા હું સભ્યો સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છું.” તેમણે ઉમેર્યું કે ક્રિકેટનો ઇતિહાસ એક રોમાંચક તબક્કામાં પ્રવેશી રહ્યો છે. ખાસ કરીને લોસ એન્જલસ ૨૦૨૮ ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસી નવા પ્રેક્ષકો અને યુવા પેઢીને આકર્ષવા માટે એક અસાધારણ તક પૂરી પાડશે. શાહે ચાહકો, ખેલાડીઓ અને વ્યાપારી ભાગીદારો પર ધ્યાન કેન્દ્રિત કરીને રમત માટે વધુ મજબૂત અને ટકાઉ ભવિષ્યના નિર્માણ પર ભાર મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જય શાહ વર્ષ ૨૦૨૪માં ગ્રેગ બાર્કલેના સ્થાને પ્રથમ વખત બિનહરીફ આઈસીસી ચેરમેન તરીકે ચૂંટાયા હતા. તેઓ આઈસીસીના ઈતિહાસના સૌથી યુવા ચેરમેન છે. જગમોહન દાલમિયા, શરદ પવાર, એન. શ્રીનિવાસન અને શશાંક મનોહર બાદ આ સર્વોચ્ચ વૈશ્વિક પદ સંભાળનારા તેઓ પાંચમા ભારતીય બન્યા છે. ૩૮ વર્ષીય જય શાહ અગાઉ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના માનદ સચિવ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૯માં બીસીસીઆઈના સૌથી યુવા સચિવ બન્યા બાદ તેમના કાર્યકાળમાં મહિલા પ્રીમિયર લીગની શરૂઆત, ઐતિહાસિક આઇપીએલ મીડિયા રાઇટ્સ ડીલ અને ટેસ્ટ ક્રિકેટ ઇન્સેન્ટિવ સ્કીમ જેવા ક્રાંતિકારી નિર્ણયો લેવાયા હતા. 

સંબંધિત સમાચાર

તાજા સમાચાર