મંગળવાર, નવેમ્બર 17, 2026

ઈ-પેપર

મંગળવાર, નવેમ્બર 17, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસકેન્દ્ર સરકારે ડીઝલ અને એટીએફની નિકાસ પર ડ્યૂટીમાં વધારો કર્યો

કેન્દ્ર સરકારે ડીઝલ અને એટીએફની નિકાસ પર ડ્યૂટીમાં વધારો કર્યો

નિક બજારમાં ઈંધણની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા ટેક્સ વધારવામાં આવ્યો હોવાનો સરકારનો દાવો

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : ભારત સરકારે ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે, વિમાન ઈંધણની નિકાસ પર લાગતા વિન્ડફોલ ગેઇન ટેક્સમાં વધારો ઝીંક્યો છે. નાણાં મંત્રાલય દ્વારા 16 નવેમ્બરની મોડી રાત્રે જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, આ નવા દરો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે. જોકે, પેટ્રોલની નિકાસ પર આ ટેક્સ શૂન્ય જ રાખવામાં આવ્યો છે.સરકારના આદેશ અનુસાર, 16 નવેમ્બરથી શરૂ થતા પખવાડિયા માટે ડીઝલની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી અને રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ મળીને કુલ ટેક્સ રૂ.11.5 પ્રતિ લિટરથી વધારીને રૂ.14 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. એટલે કે તેમાં સીધો રૂ.2.5 નો વધારો કરાયો છે.

પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને વધતા તણાવ વચ્ચે સ્થાનિક બજારમાં ઈંધણની અછત ન સર્જાય તે હેતુથી સરકારે સૌપ્રથમ 27 માર્ચના રોજ ડીઝલ અને એટીએફની નિકાસ પર આ ડ્યૂટી લાદી હતી. ત્યારબાદ દર 15 દિવસે આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિને આધારે તેની સમીક્ષા કરીને દરોમાં ફેરફાર કરવામાં આવે છે.જે અન્વયે કેન્દ્ર સરકારે વિમાની ઇંધણ એટલે કે, એટીએફની નિકાસ પરનો ટેક્સ રૂ.11 પ્રતિ લિટરથી વધારીને રૂ.12.5 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે સ્થાનિક બજારમાં એટલે કે ઘરેલુ વપરાશ માટે ઉપલબ્ધ પેટ્રોલ અને ડીઝલ પરના વર્તમાન ટેક્સ દરોમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. ટેક્સ લાદવાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક બજારમાં ઈંધણની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે. સાથે જ, નિકાસકારોને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં કિંમતોના તફાવતનો અનુચિત નફો લેતા અટકાવવાનો પણ આશય છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર