મંગળવાર, ડિસેમ્બર 10, 2024

ઈ-પેપર

મંગળવાર, ડિસેમ્બર 10, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટની 10 હોટલોમાં બોમ્બની ધમકીનો મેઇલ મોકલનારનાં મૂળ સુધી પહોંચવા માઇક્રોસોફ્ટ અને...

રાજકોટની 10 હોટલોમાં બોમ્બની ધમકીનો મેઇલ મોકલનારનાં મૂળ સુધી પહોંચવા માઇક્રોસોફ્ટ અને વિદેશ મંત્રાલયની મદદ લેવાઇ

(આઝાદ સંદેશ),રાજકોટ: એરલાઇન્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ વચ્ચે શનિવારે રાજકોટની દસ નામાંકીત હોટલોને ધમકીભર્યા ઇમેઇલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદ લઇને તપાસ કરવામાં આવી હતી પરંતુ કંઇ શંકાસ્પદ નહીં મળતા રાહતનો શ્ર્વાસ લીધો હતો. બીજી તરફ આ કેસની તપાસ ડીસીબીને સોપવામાં આવતા ઉપરોક્ત મેઇલ જર્મનીથી આવ્યા હોવાનું ફલિત થયું છે. જ્યારે મેઇલ કરનાર શખસે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (ટઙગ)ની મદદથી કર્યા હોય જેથી ટ્રેસ કરવા મુશ્કેલ હોય મુળ સુધી પહોંચવા માઇક્રોસોફ્ટ અને વિદેશ મંત્રાલયની મદદ લેવામાં આવશે.
મળતી માહિતી મુજબ રાજકોટમાં ગત શનિવારે બપોરે 12-45 કલાકે શહેરની દસ નામાંકીત હોટલો હોટલ સયાજી, હોટલ સીઝન્સ, ઇમ્પીરીયલ પેલેસ ઉપરાંત ગ્રાન્ડ રીજન્સી, ભાભા, સેંટોસા, એલીમેન્ટસ, જ્યોતિ, બીકોન અને પેરેમાઉન્ટ ઇન આ દસ હોટલમાં એક સાથે જ ધમકીભર્યા મેઇલ આવ્યા હતા. જેમાં તમારી હોટલમાં બોમ્બ છે, ફટાફટ ખાલી કરો તે પ્રકારનો મેઇલ આવ્યો હતો. કંટ્રોલ રૂમમાં સંચાલકો દ્વારા જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ, ડીસીબી, એસઓજી, એલસીબી સહીતનો કાફલો બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે દોડી ગયો હતો તમામ હોટલોમાં રોકાયેલા મુસાફરોનો સામાન, રૂમ, કિચન, પાર્કીંગ એરીયા તેમાં પાર્ક કરેલા વાહનો વગેરેની તલાસી લેવામાં આવી હતી પરંતુ કઇ શંકાસ્પદ નહીં મળતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. બીજી તરફ આ કેસની તપાસ ડીસીબીને સોપવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જે ધમકીભર્યા મેઇલ હોટલોને મળ્યા છે તે જર્મનીથી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે તેમજ મેઇલ કરનાર શખસે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (ટઙગ)ની મદદથી મેઇલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રાઇવેટ નેટવર્ક હોવાથી તેનું આઇપી એડ્રેસ ટ્રેસ કરવું પણ મુશ્કેલ હોય મુળ સુધી પહોંચવા પોલીસ દ્વારા માઇક્રોસોફ્ટ અને વિદેશ મંત્રાલયની મદદ લેવામાં આવી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર