ગુરુવાર, જાન્યુઆરી 8, 2026

ઈ-પેપર

ગુરુવાર, જાન્યુઆરી 8, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટસુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બ ધમકી: ઇ-મેઇલથી ખળભળાટ, કોર્ટ પરિસર ખાલી કરાવાયું

સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બ ધમકી: ઇ-મેઇલથી ખળભળાટ, કોર્ટ પરિસર ખાલી કરાવાયું

સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બ ધમકી: ઇ-મેઇલથી ખળભળાટ, કોર્ટ પરિસર ખાલી કરાવાયું

સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી ભર્યો ઇ-મેઇલ મળતા મોડી રાતથી ભારે ખળભળાટ મચી ગયો છે. કોર્ટના અધિકૃત ઇ-મેઇલ આઇડી પર રાત્રીના અંદાજે બે વાગ્યે નનામો ધમકીભર્યો મેઇલ મળતા જ સુરત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.

માહિતી મળતા તાત્કાલિક સુરત પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગ તેમજ સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી. સુરક્ષાના પગલાંરૂપે કોર્ટ પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને વકીલો, પક્ષકારો તેમજ કોર્ટ સ્ટાફના પ્રવેશ પર હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાળાએ જણાવ્યું હતું કે, “રાત્રીના બે વાગ્યે કોર્ટના ઇ-મેઇલ આઇડી પર બોમ્બ મુકાયાનો મેઇલ મળ્યો હતો. ત્યારબાદ તરત જ પોલીસને જાણ કરી દેવામાં આવી અને તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી.”

હાલ સુધી તપાસ દરમિયાન કોઈ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ મળી નથી. જોકે, સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોર્ટ પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. પોલીસ ધમકીભર્યા ઇ-મેઇલની સત્યતા અને સ્ત્રોત શોધવા માટે વધુ તપાસ કરી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર