મંગળવાર, ડિસેમ્બર 10, 2024

ઈ-પેપર

મંગળવાર, ડિસેમ્બર 10, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઝુલેલાલનગર અને રૈયા મુક્તિધામ નજીકથી અંગ્રેજી દારૂ સાથે બે દબોચાયા

ઝુલેલાલનગર અને રૈયા મુક્તિધામ નજીકથી અંગ્રેજી દારૂ સાથે બે દબોચાયા

પ્ર-નગર અને યુનિવર્સિટી પોલીસની કામગીરી

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નર બ્રજેશ ઝાએ દારૂ અને જુગારની બદીઓને ડામી દેવા સુચના આપી હોય જે સુચનાને અનુસરીને પ્ર.નગર અને યુનિ.પોલીસે અંગ્રેજી દારૂ સાથે બે શખસોને દબોચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નરની સુચનાને અનુસરીને પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ બી.એમ.ઝણકાતના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડની ટીમ કાર્યરત હોય ત્યારે મળેલ બાતમીના આધારે ઝુલેલાલનગર શેરી નં.3માં દરોડો પાડી રૂા.2000/-ના અંગે્રજી દારૂ ઝડપી પાડી નાસી છુટેલા હેમાંગ થાવરાણીની શોધખોળ હાથ ધરી છે.
બીજા દરોડામાં યુનિ.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે મળેલ બાતમીના આધારે રૈયાગામે આવેલ મુક્તિધામ નજીકથી રૂા.9615/-ની દારૂની 15 બોટલ સાથે બીપીન સોલંકી (ઉ.35)ની અટકાયત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર