ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025

ઈ-પેપર

ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટસૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ વિદ્યાર્થી પ્રો.ઉત્પલ જોશીને જ કુલપતિની કમાન : યુનિ.ને ત્રણ...

સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ વિદ્યાર્થી પ્રો.ઉત્પલ જોશીને જ કુલપતિની કમાન : યુનિ.ને ત્રણ વર્ષ બાદ કાયમી વીસી મળ્યા

ગુજરાત યુનિવર્સિટીમાં ફિઝીકલ વિભાગના પ્રોફેસર તરીકે કાર્યરત ઉત્પલ જોશી ઉત્તરાયણ બાદ પાંચ વર્ષ માટે કાર્યભાર સંભાળશે : યુનિ.ની ખરડાયેલી છબી સુધારવાનો પડકાર રહેશે

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરી તેજસ્વી શૈક્ષણિક કારકિર્દીનાં આધારે ગુજરાત યુનિવર્સિટીમાં ફિઝીકલ વિભાગનાં પ્રોફેસર ડો.ઉત્પલ શશીકાંત જોશીની રાજયનાં શિક્ષણ વિભાગે આજરોજ સૌરાષ્ટ્ર યુનિ.નાં કાયમી કુલપતિ તરીકે નિયુક્તિ કરી હતી. સૌરાષ્ટ્ર યુનિ.માં 17માં કુલપતિ તરીકે ડો. નીતિન પેથાણીની મુદત પુરી થયા બાદ લગભગ બે વર્ષ પછી યુનિ.નાં 18મા કુલપતિ તરીકે પ્રો. ઉત્પલ જોશી યુનિ. કોમન એક્ટ મુજબ પાંચ વર્ષ માટે કાર્યભાર સંભાળશે. સૌરાષ્ટ્ર યુનિ.માં પ્રો. નીતિન પેથાણીની મુદત ગત તા.6 ફેબ્રુ. 2022નાં રોજ પુરી થયા બાદ નવા કુલપતિની નિયુક્તિ માટે બે વખત સર્ચ કમીટીની રચના કરી કાયમી કુલપતિની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ અનુકૂળ ઉમેદવારની પસંદગી નહીં થતા ઈન્ચાર્જ કુલપતિની જવાબદારી યુનિ.નાં અધ્યાપકોને સોંપી કામગીરી ચલાવવામાં આવતી હતી. જેના કારણે યુનિ.માં અનેક વિવાદો સર્જાયા હતાં. અલબત છ મહિના પહેલાં રાજકોટની મેડીકલ કોલેજના સીનીયર અધ્યાપક ડો. કમલસિંહ ડોડીયાની કાર્યકારી કુલપતિ તરીકેની નિમણુંક થયા બાદ વિવાદો સમેટાયા હતાં. તેમજ તેમની કામગીરીને ધ્યાને લઈ રાજય સરકાર ડો. ડોડીયાને કાયમી કુલપતિનો કાર્યભાર સોંપશે તેવી વાતો વહેતી થઈ હતી. દરમિયાન આજરોજ રાજકોટની કોટક સાયનસ્ કોલેજમાં સ્નાતક કક્ષા અને સૌરાષ્ટ્ર યુનિ.ના ફિઝીકલ ભવનમાં અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરી અહી જ પીએચડીની પદવી 1996માં મેળવ્યા પછી અલગ અલગ કોલેજ અને યુનિ.માં ફિઝીકસ વિષયનું અધ્યાપન કાર્ય સંભાળનાર ગુજરાત યુનિ.નાં ફિઝીકસ ડીપર્ટમેન્ટનાં પ્રોફેસર ડો. ઉત્પલ શશીકાન્ત જોશીની આજરોજ સૌરાષ્ટ્ર યુનિ.ના કાયમીકુલપતિ તરીકે પાંચ વર્ષ માટે નિયુક્તિ કરી હતી. હવે તેઓના વડપણ હેઠળ આગામી ફેબ્રુઆરી 2025 દરમિયાન યુનિ.નો પદવીદાન સમારોહ યોજાશે. આ તકે નવનિયુક્ત કુલપતિ પ્રો.ઉત્પલ જોષીએ જણાવ્યું હતું કે ઉતરાયણનું પર્વ પૂરૂ થયા બાદ સૌરાષ્ટ્ર યુનિ.નો કાર્યભાર સંભાળશે. રાજકોટ મારૂ જન્મસ્થળ તેમજ રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિ.નાં પ્રવર્તમાન જે પ્રશ્ર્નો છે તે પૈકી નવી નિમણુંકો, રાષ્ટ્રીય શિક્ષણની નીતિ મુજબનો અભ્યાસક્રમ વિદ્યાર્થીલક્ષી પ્રવૃતિઓને અને વિવિધ પ્રાધાન્ય આપવાનો પ્રયત્ન રહેશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર