(આઝાદ સંદેશ), રાજકોટ : ધોરાજી કોર્ટ દ્વારા ચેક રીર્ટનના કેસમાં દાખલા રૂપ ચુકાદો ફરીયાદ દાખલ કર્યા તારીખથી બે લાખના નવ ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ફરીયાદીને વળતર ચુકવવા તથા એક વર્ષની સજા અને વળતર ન ભરેતો વધુ છ માસની સજા કરવાનો હુકમ અદાલતે કરતા ચેક બાઉન્સના કેસોના આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી મુજબ ધોરાજીના રહીશ ચંદ્રેશ શાંતિલાલ વધાસીયાએ આરોપી ગુફાર જીકર સોલંકીને ધંધામાં નાણાકીય જરૂરીયાત ઉભી થતા મિત્રતાના નાતે રૂા.2,00,000/- અંકે રૂપીયા બે લાખ પુરા હાથ ઉછીના આપેલા હતા.જે રકમની ચુકવણી પેટે આરોપીએ આપેલ રૂપીયા બે લાખનો ચેક બેંકમાં જમા કરાવતા ચેક અપુરતા ભંડોળના કારણે રીર્ટન થતા ફરિયાદીને તેની લેણી રકમ ચુકતે વસુલ ન મળતા ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુ.એકટ કલમ-138 મુજબ નોટીસ આપવા છતાં આરોપીએ ફરીયાદીને રકમ ન ચુકવતા આરોપી સામે ધોરાજી કોર્ટમાં ધારાશાસ્ત્રી અરવિંદ જી. કાપડીયા મારફત ફરીયાદ દાખલ કરેલ હતી.જે ફરિયાદ ચાલી જતા ફરીયાદી તરફેના વકીલ અરવિંદ કાપડિયા દ્વારા દ્વારા ઉચ્ચ અદાલતોના સિધ્ધાંતો ટાંકી ધારદાર દલીલો કરેલ જેની સાથે સહમત થઈ ધોરાજીનાં મહે એડિ.ચીફ જયુડી. મેજરસ્ટ્રેટ એસ.ડબ્લ્યુ.વાઘ દ્વારા આરોપીને ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુ. એકટ કલમ-138 મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી આરોપીને એક વર્ષની કેદની સજા તથા રૂપીયા બે લાખના ફરીયાદને એક માસમાં ફરીયાદ દાખલ કર્યા તારીખથી 9 % ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ચુકવવા અને જો ન ચુકવે તો વધુ છ માસ કેદની સજાનો હુકમ ફરમાવી દાખલરૂપ ચુકાદો આપ્યો છે.આ કેસમાં ફરીયાદ પક્ષે ધોરાજીનાં ધારાશાસ્ત્રી અરવિંદકુમાર જી. કાપડીયા તથા જયદિપ ટી. કુબાવત રોકાયેલ હતા.
ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા : મૂળ રકમ 9% ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ચુકવવા આદેશ


