ગુરુવાર, મે 14, 2026

ઈ-પેપર

ગુરુવાર, મે 14, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ-ચોટીલા હાઇવે પર ભયાનક અકસ્માત : બસ-ટેન્કર અથડામણ બાદ આગ, 4નાં મોત...

રાજકોટ-ચોટીલા હાઇવે પર ભયાનક અકસ્માત : બસ-ટેન્કર અથડામણ બાદ આગ, 4નાં મોત અને 10થી વધુ ઘાયલ

માહિતી મુજબ, બસ રાજકોટ તરફ જઈ રહી હતી ત્યારે ચોટીલા-લીંબડી રોડ પર અચાનક ટેન્કર સાથે અથડાઈ હતી. ટક્કર બાદ થોડી જ વારમાં બસમાં ભયાનક આગ લાગી જતા મુસાફરોમાં ચીસોચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. અનેક મુસાફરોએ કાચ તોડી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે સ્થાનિક લોકો પણ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.

અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની સ્થિતિ હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ હાથ ધર્યા છે. પ્રાથમિક તપાસમાં ઓવર સ્પીડ અથવા ડ્રાઈવરની બેદરકારી કારણભૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ભયાનક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાઇવે પર અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને પોલીસે વાહન વ્યવહારને ડાયવર્ટ કરીને સ્થિતિ સામાન્ય બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

રાજકોટ-ચોટીલા-લીંબડી હાઇવે પર ગુરુવારે વહેલી સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ખાનગી લક્ઝરી બસ અને કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થતાં બસમાં આગ ભભૂકી ઊઠી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ ચાર મુસાફરો જીવતા સળગી જતા મોતને ભેટ્યા હતા, જ્યારે અંદાજે 10 જેટલા મુસાફરો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર