મંગળવાર, જૂન 2, 2026

ઈ-પેપર

મંગળવાર, જૂન 2, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઅમદાવાદમાં વરસેલા વરસાદે વેર્યો વિનાશ, અનેક જગ્યાએ તોતિંગ વૃક્ષો થયા ધરાશાયી

અમદાવાદમાં વરસેલા વરસાદે વેર્યો વિનાશ, અનેક જગ્યાએ તોતિંગ વૃક્ષો થયા ધરાશાયી

અમરેલી: રાજુલાના રામપરા ગામમાં સિંહના ધામા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં બે સિંહોના ધામા જોવા મળતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગામમાં પ્રવેશેલા બે ડાલામથ્થા સિંહોએ એક દિવાલ પરથી છલાંગ મારી ગામની શેરીઓમાં આંટાફેરા કર્યા હતા. શિકારની શોધમાં ગામની અંદર સુધી પહોંચી ગયેલા સિંહોની લટારનો વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગામની શેરીઓમાં નિર્ભયપણે ફરી રહેલા સિંહોને જોઈ લોકોમાં દહેશત ફેલાઈ હતી અને ઘણા લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. સ્થાનિકોએ વન વિભાગ સમક્ષ સિંહોને ગામથી દૂર સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ કરી છે. ઘટનાને પગલે વન વિભાગ પણ સતર્ક બન્યું છે અને સિંહોની હિલચાલ પર નજર રાખી રહ્યું છે.

150 તાલુકાઓમાં થયો નોંધપાત્ર વરસાદરાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. રાજ્યના આશરે 150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો, જ્યારે 18 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ ધંધુકામાં 3.74 ઈંચ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. ઉપરાંત ઉમરપાડામાં 2.76 ઈંચ, ખેડામાં 1.73 ઈંચ તેમજ માતર અને લખતરમાં 1.57 ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે કેટલાક વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાતા વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી.

આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી

રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકા, જામનગર અને પોરબંદર સિવાયના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે પવન સાથે ધમધોકાર વરસાદ તૂટી પડી શકે છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અને ખાસ કરીને ભારે પવન દરમિયાન જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની સલાહ આપી છે. આગામી કલાકોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ તેજ બનવાની સંભાવનાને પગલે તંત્ર પણ સતર્ક બન્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર