રાજકોટ: મવડી મેઇન રોડ પર જાહેરમાં મારામારીની ઘટના સામે આવતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મહિલાઓ સહિત કેટલાક આવારાતત્વો વચ્ચે સામ-સામે છૂટ્ટા હાથે મારામારી થતાં લોકો ભેગા થઈ ગયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ચર્ચા જાગી છે. સ્થાનિકોએ પોલીસ પાસે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
જેતપુર: જેતપુર નજીક નેશનલ હાઈવે પર પીઠડીયા ટોલનાકા પાસે દોડતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા કાર આગનો ગોળો બની ગઈ હતી. ઘટનાને પગલે હાઈવે પર દોડધામ મચી હતી. સદનસીબે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતા જાનહાનિ ટળી હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ: કાલાવડ રોડ નજીક આત્મીયા સ્કૂલ પાસે એક્ટિવા ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા.
રાજકોટ: શહેરની સિટી બસ સેવા ફરી વિવાદમાં આવી છે. સિટી બસ નંબર ૫૫ના ડ્રાઈવર પર બસ સમયસર ન ઉપાડવાનો અને મહિલાઓ સાથે ધક્કામુક્કી કર્યાનો આક્ષેપ લાગ્યો છે. જાગૃત નાગરિક દ્વારા બનાવવામાં આવેલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
રાજકોટ: મહિલા કોલેજ અન્ડરબ્રિજમાં વૃદ્ધને ઠોકરે લઈ મોત નીપજવનાર નબીરાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. અકસ્માત પૂર્વે આરોપીએ કરણ પાર્ક વિસ્તારમાં પાર્ક કરેલી ક્રેટા કારને પણ ટક્કર મારી હોવાનું સીસીટીવી વીડિયોમાં સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
રાજકોટ: શહેરમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. આજીડેમ ચોકડી પાસે કારખાનાના ખુલ્લા પટમાં પડેલા વેસ્ટ માલમાં આગ લાગી હતી. આગ લાગતા મોટાપાયે વેસ્ટ માલ બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.


