જીવદયા ગ્રુપ અને બાપાસીતારામ ગૌ સેવા મંડળ દ્વારા આયોજન : ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળીના દિવસે ઘાસચારો અપાશે : ’આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા આયોજકોએ આપી માહિતી
(આઝાદ સંદેશ),રાજકોટ: ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળીના દીવસોએ અબોલ પશુઓ, બિમાર, અશક્ત, અને તરછોડાયેલા જીવોને સાતા ઉપજે તે માટે જીવદયા માટે સમર્પિત કાર્યકરો આ અબોલ જીવોને ઘાસ ચારો અર્પણ કરવા અને અબોલ જીવોના આર્શિવાદનું કાર્ય કરશે. જીવદયાને સમર્પિત કાર્યકારો જે સતત 365 દિવસ જીવદયાનું કાર્ય કરે છે અને ખાસ કરીને વર્ષ દરમ્યાન દરેક તહેવારોમાં રાજકોટ શહેરની આસપાસની તમામ પાંજરાપોળ, ગૌશાળામાં ઘાસચારો, ગાય માતા અને માદા અબોલ જીવોને સાતા પહોંચાડવા પૌષ્ટિક અને વેદકીય રીતથી બનાવેલ લાડવા ખવડાવવામાં આવે છે. આ વખતે ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળીનાં દિવસોએ જીવદયા ગ્રુપના મોભી ઉપેનભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ અને બાપા સીતારામ ગૌ સેવા મંડળના સમીરભાઈ કામદારના સહકારથી અને વિવિધ દાતાઓનાં સહયોગથી આશરે 2000 મણ જેટલું (40000 કીલો) જેટલો ઘાસચારો 22 જેટલી ગૌશાળાઓમાં અબોલ જીવાને અર્પણ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યને સફળ બનાવવા જીવદયા ગ્રુપના કાર્યકરો પ્રકાશ મોદી, હીમાંશુ ચીનોય, નીરવ સંઘવી,વિરેન્દ્ર સંઘવી, હર્ષદ મહેતા, દીનેશ મોદી, રમેશ દોમડીયા, હીરેન કામદાર, હરેશ વીંછી, કિર્તીભાઈ પારેખ, હરેશ દોશી, મીહીર મોદી, હીતેશ દોશી, ભરત બોરડીયા, સોનુભાઈ આદતાની, અરૂણ નિર્મળ, વિમલ શેઠ, નીખીલ શાહ, સુનીલ દામાણી, શૈલેષ ઉદાણી, હરેન મહેતા, અશ્વીન અજમેરા, હરીશ હરિયાણી, મનોજ પારેખ, દીવ્યેશ કામદાર, યોગેશ મહેતા, અજય વખારીયા, જીગર દોમડીયા, મેહુલ સંઘાણી, બાબુભાઈ ભલગામા, દીપકભાઈ લખતરીયા, મેહુલ રવાણી, સુરીલ મોદી, નીરવ પારેખ, નીરજ પરમાર, અશોક ગજેરા, જયસુખ હરસોરા, કલ્પેશ મોડાસરા, પારસ મોદી, સંધ્યાબેન મોદી, દેવાંગી મોદી,હેમા મોદી,હીના સંઘવી, જીજ્ઞા મોદી, આરતી દોશી, હેતલ મહેતા, દક્ષા મહેતા,બકુલા શાહ, બીના દોશી, અલ્કા બોરડીયા, મીના પારેખ, જયશ્રી દોમડીયા જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ ’આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા હરેશભાઈ દોશી, દિનેશભાઈ મોદી, ભરતભાઈ બોરડીયા, હિતેશભાઈ દોશી, નીખિલભાઈ શાહ, રમેશભાઈ દોમડીયા, અરુણભાઈ નિર્મળએ જણાવ્યું હતું.