મંગળવાર, જુલાઇ 1, 2025

ઈ-પેપર

મંગળવાર, જુલાઇ 1, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયનેતન્યાહૂએ ICJના નિર્ણયને અપમાનજનક ગણાવ્યો, કહ્યું- દેશની સુરક્ષા માટે અમે દરેક પગલા...

નેતન્યાહૂએ ICJના નિર્ણયને અપમાનજનક ગણાવ્યો, કહ્યું- દેશની સુરક્ષા માટે અમે દરેક પગલા ઉઠાવીશું

નવી દિલ્હી : ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ(ICJ)ના નિર્ણય પર ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu)એ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમના દેશને પોતાની રક્ષા કરવાનો અધિકાર છે. ઇઝરાયલે આ નિર્ણયને અપમાનજનક ગણાવ્યો છે. આ ઉપરાંત ઇઝરાયલે પ્રતિજ્ઞા લીધી છે કે દેશની સુરક્ષા માટે જે પણ જરૂરી હશે તે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાએ ગાઝામાં ઈઝરાયલના હુમલાને નરસંહાર ગણાવીને કોર્ટનો સંપર્ક કર્યો હતો. આફ્રિકાએ કોર્ટને વિનંતી કરી હતી કે ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયલી હુમલાઓને વહેલી તકે બંધ કરવામાં આવે.

અમે અમારા લોકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ : બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલ (Israel)ના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે કહ્યું કે ‘અમે અમારા લોકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા લોકો અને દેશની સુરક્ષા માટે જે પણ પગલાં જરૂરી હશે તે અમે ઉઠાવીશું. દરેક દેશની જેમ, ઇઝરાયલને પણ તેની અખંડિતતાનું રક્ષણ કરવાનો મૂળભૂત અધિકાર છે. ઈઝરાયલ પેલેસ્ટાઈનીઓ સામે નરસંહાર કરી રહ્યું હોવાનો દાવો તદ્દન ખોટો છે અને આ અપમાનજનક છે.’ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે હેગ સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)એ કહ્યું કે ‘ઇઝરાયલે પેલેસ્ટિનિયન વિસ્તારમાં લોકોના મોત અને નુકસાન ઘટાડવા શક્ય તેટલા પ્રયાસ કરવા જોઈએ.’ દાખલ કરેલી અરજીમાં દક્ષિણ આફ્રિકાએ કહ્યું હતું કે 1948માં નરસંહારને રોકવા માટે યુએન નરસંહાર સંમેલનને મંજૂરી આપવામાં આવી હતી, જેનું ઈઝરાયલે ઉલ્લંઘન કર્યું છે.

આફ્રિકા અને ઈઝરાયલે કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો

આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સુનાવણી દરમિયાન દક્ષિણ આફ્રિકાના વકીલ એડેલા હાસિમે કહ્યું કે છેલ્લા 13 અઠવાડિયાના પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ગાઝાના લોકો પરેશાન છે. માત્ર કોર્ટનો આદેશ જ ગાઝાના લોકોની વેદનાને રોકી શકે છે. સુનાવણી દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વીડિયો દ્વારા પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર