રાજકોટ શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં બનેલી ઘટનામાં ઇજા પામેલાઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ઉપરાંત અનેક દવાખાનાઓમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા : પતંગ ચગાવતા પડી જતા કે દોરી લાગવાથી ઇજા પહોંચવાની ઘટનાઓને કારણે સિવિલ હોસ્પિટલ તેમજ 108ની ટીમ અને તબીબોની ટીમ સતત ખડેપગે રહી હતી
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરમાં ગઇકાલે ઉત્તરાયણની મોજ લોકોએ માણી હતી. દરમિયાન દોરી લાગવાથી તેમજ પતંગ ચગાવતી વખતે ધાબા કે અગાશી પરથી પટકાવાના પણ અનેક બનાવો સામે આવ્યા હતા. જેમાં રાજકોટમાં આ પ્રકારની ઘટનાના કારણે લગભગ પ0 જેટલા લોકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ સહિતના દવાખાનાઓમાં લઇ જવામાં આવ્યા હતા. અલગ-અલગ જગ્યાએ બનેલી ઘટનામાંથી ઇજા પામી સારવાર લેવા માટે સિવિલ ખાતે આવેલા દક્ષ મનીષભાઈ (ઉ.27), સંજયભાઈ (ઉ.30), વિજય દિનેશભાઈ (ઉ.10), સાટીયા શીતલબેન (ઉ.27), રામાભાઈ (ઉ.28), આયુષરાય (ઉ.12), વિશાલ (ઉ.25), આનંદ રાકેશભાઈ (ઉ.32), વિવેક જીતુભાઈ (ઉ.18), કીશોરભાઈ ત્રિભોવનભાઈ (ઉ.40), દિપક વાઘેલા (ઉ.24), કલ્યાણભાઈ કાનાભાઈ (ઉ.72), કાનાભાઈ (ઉ.45), રાજેશ્રી દેવજીભાઈ (ઉ.20), અનિલભાઈ મનજીભાઈ (ઉ.48), હેત્વી કેતનભાઈ (ઉ.21), સંજય (ઉ.30), સાગર ગોરખ (ઉ.27), વિજયભાઈ પ્રવિણભાઈ (ઉ.45), શિવાભાઈ ગોહેલ (ઉ.30) પ્રિયા (ઉ.4), પિયુષભાઈ કિશોરભાઈ (ઉ.18), કાળુભાઈ હાલાભાઈ (ઉ.50), દશરથ (ઉ.19), દેવજીભાઈ નાથાભાઈ (ઉ.45), સુનીલભાઈ હીરાભાઈ (ઉ.35), દેવ જીતેન્દ્રભાઈ (ઉ.11), શબ્બીરભાઈ (ઉ.34), જીતેન્દ્રભાઈ (ઉ.52) સંદિપભાઈ (ઉ.38), મનુરાય (ઉ.22), કમલેશભાઈ નંદાભાઈ (ઉ.20), વેલજીભાઈ નાનજીભાઈ (ઉ.64), વિવેક હસમુખભાઈ (ઉ.28), મિલનભાઈ બાબુભાઈ (ઉ.40), દિલીપભાઈ કુકરેજા (ઉ.65), તેજુ (ઉ.19), જીતેન્દ્રભાઈ (ઉ.62), યુવરાજ શૈલેષભાઈ (ઉ.12), રાજેન્દ્રગીરી (ઉ.50), અમીનાબેન (ઉ.58), રાધિકા નિલેશભાઈ (ઉ.18), ગોવિંદભાઈ (ઉ.65), આનંદ કુલદીપભાઈ (ઉ.19), સોરમ દિપકભાઈ (ઉ.19), સોનલબેન રાજેશભાઈ (ઉ.15), આશિષ (ઉ.23), અરવિંદભાઈ (ઉ.30), પ્રિયાંશી (ઉ.14), બીપીન (ઉ.19) સહિતનાઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ તેમજ નજીકના દવાખાનાઓમાં ખસેડવાની ફરજ પડી હતી. આ ઘટનાઓના કારણે સિવિલ હોસ્પિટલ તેમજ 108 અને તબીબો સતત ખડેપગે રહ્યા હતા.