ભૂજ માવતરે રહેતાં હિરલબેન સોલંકી (ઉ.વ.27) અને કાલાવડ રોડ ઉપર લક્ષ્મીના ઢોળે રહેતા જાગૃતિબેન ચંદ્રપોલની ફરિયાદ ઉપરથી ગાંધીગ્રામ અને યુનિ. પોલીસ મથકમાં નોંધાયા ગુના
(આઝાદ સંદેશ),રાજકોટ: હાલ ભુજ રહેતા પરિણીત યુવતીએ પતિ, સસરા, સાસુ, જેઠ, જેઠાણી અને નણંદે ત્રાસ ગુજાર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
હિરલબેન સોલંકી (ઉ.27)એ પોલીસને જણાવ્યું કે તેણે 2016માં આરોપીઓ સામે ભુજના પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. જે કેસ કોર્ટમાં ચાલતા પતિ સુશીલને ભરણપોષણ ચુકવવા હુકમ કરાયો હતો. ભરણપોષણની રકમ ચડી જતા અને આ રકમ આરોપીઓ ભરી શકે તેમ ન હોવાથી તેની સાથે સમાધાન કરી બધા કેસોમાં સમાધાન કરી નીકાલ કરી આરોપીઓ પરત ઘરે લઇ ગયા હતા ત્યારબાદ ફરીથી આરોપીઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ-સુશીલ, સસરા-ચમનભાઇ, સાસુ-કેસરબેન ઉર્ફે કેસીબેન અને જેઠ-કેતનભાઇ, જેઠાણી-નીતાબેન, નણંદ-પુનમબેન નાની નાની બાબતમાં મેણા ટોણા મારી તે જે કેસ કર્યો તેમાં અમારે જે ખર્ચો થયો છે તે અને જે ભરણપોષણ આપ્યું છે તે પાછુ આપી દો, તો જ તને ઘરમાં રાખીશ તેમ કહી ધમકી આપી હતી એટલું જ નહી સાસુ અને સસરાએ ઢીકાપાટુનો માર મારી ત્રાસ આપતા હતા. નણંદ તેના ઘરે જઇ મેણાટોણા મારી અવારનવાર ત્રાસ આપતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
બીજા બનાવમાં શહેરમાં કાલાવડ રોડ પર લક્ષ્મીના ઢોળે રહેતા પરિણીતાને તું ગમતી નથી તને જોતી નથી કહી પતિ સહીતના સાસરીયાઓએ મારકુટ કરી ઘરમાંથી કાઢી મુકી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહ હાથ ધરી હતી. જાગૃતિબેન હિતેશભાઇ ચંદ્રપોલે ફરિયાદમાં જણાવ્યા મુજબ પતિ હિતેશ, સસરા ભીખાભાઇ મેપાભાઇ ચંદ્રપોલ, સાસુ પારૂબેન, દિયર સંજય સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા લગ્ન આઠ વર્ષ પહેલા કાલાવડ રહેતા હીતેશ સાથે થયા હતા. આ દરમિયાન મારે સંતાનમાં બે પુત્ર હોવાનું જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, લગ્ન બાદ થોડા સમય સારી રીતે રાખી હતી બાદમાં સસરા, સાસુ અને દીયરને હું ગમતી ન હોય જેથી અવારનવાર કામ બાબતે મેણા મારતા હતા. બાદમાં પતિને ચડામણી કરતા હોય જેથી મારો કાંઇ વાંક ન હોય તેમ છતાં પતિ મારકુટ કરતા હોય બાદમાં મારા ઘેર દીકરાનો જન્મ થતા સાસુ સહીતના પતિને મારો દીકરો સોંપી દેવાનું કહી ઝઘડો કરતા હતા તેમજ મારા સાસુએ દીકરાને સોપવા માટે ઝઘડો કરતા મારા પતિ, દીયર સહીતે મને મારકુટ કરી હતી. આ અંગે યુનિ.પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.