ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજુનાગઢના ખડીયા ગામે કોર્ટમાં ચાલતાં કેસના તમામ પૈસા આપવાં પડશે કહી યુવકને...

જુનાગઢના ખડીયા ગામે કોર્ટમાં ચાલતાં કેસના તમામ પૈસા આપવાં પડશે કહી યુવકને ગળામાં છરી ઝીંકી દેવાઈ

ભીખુભાઈ પરમાર (ઉ.વ.43)ને રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યા, આરોપી રમેશ સોલંકી સામે ગુનો નોંધી તાલુકા પોલીસે વધુ તપાસ શરૂ કરી

(આઝાદ સંદેશ), રાજકોટ :જુનાગઢના ખડીયા ગામમાં રહેતાં યુવાનને કોર્ટમાં ચાલતા કેસ બાબતે માથાકૂટ થતા ગળામાં છરીના ઘા મારી દેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોપીએ ઈજાગ્રસ્તને કેસનો તમામ ખર્ચો તારે આપવો પડશે કહી હુમલો કર્યો હતો.
મળતી માહિતી મુજબ, જૂનાગઢના ખડીયા ગામે રહેતા ભીખુભાઈ મોહનભાઈ પરમાર (ઉ.વ.43) ઉપર ગામના જ રમેશ ભીખા સોલંકીએ છરી વડે હુમલો કર્યાની ફરિયાદ જીતુભાઈ મોહનભાઈ પરમાર (ઉ.વ.40, રહે. ખડીયા ગામ જી.જુનાગઢ) એ કરી હતી. જે ફરિયાદમાં જણાવ્યું હતું કે હું મોટાભાઇ ભીખુભાઇ સાથે રહુ છું. ગઈકાલ સવારના આઠેક વાગ્યે હુ બસ સ્ટેન્ડ હતો ત્યારે અમારા ગામના સંજયભાઈ રાજાભાઈ પરમારએ મને જાણ કરેલ કે તારા ભાઈ ભીખુભાઈને કોઇ સાથે ઝગડો થયેલ છે અને તેને ગળા પાસે લોહી નીકળે છે. જેથી તુરંત મારા ઘરે ગયેલ ત્યાં મારો ભાઈ ભીખુભાઈ મોહનભાઈ પરમાર (ઉ.વ.43) ઘરમા નીચે સુતો હતો અને તેના ગળાના ભાગે લોહી નીકળતુ હતુ. અને શરીરે ઈજા થયેલ હતી. આ અંગે ભીખુભાઈને પુછતા જણાવેલ કે તા. 28/08/2024 ના રોજ રાત્રીના આશરે દશેક વાગ્યે હુ ઘરે હાજર હતો. ત્યારે આપણા ગામનો રમેશ ભીખા સોલંકી ઘરે આવેલ અને કહેવા લાગેલ કે આપણે અગાઉનો જુનો કેસ છે. તેમા તું કેમ કોર્ટમાં આવતો નથી અને આ કેસનો બધો ખર્ચો તારે દેવાનો છે તુ મને પૈસા આપ તેમ કહી મારી સાથે ઝગડો કરવા લાગેલ અને છરીથી માર મારી નાસી ગયેલ. ભીખુભાઈને 108 મારફત જુનાગઢ સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. બનાવ અંગે જુનાગઢ તાલુકા પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર