શનિવાર, ડિસેમ્બર 14, 2024

ઈ-પેપર

શનિવાર, ડિસેમ્બર 14, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટગોંડલની પરિણીતાએ કરેલ આત્મહત્યાના કેસમાં પતિ તથા સાસરિયાઓની જામીન અરજી મંજુર

ગોંડલની પરિણીતાએ કરેલ આત્મહત્યાના કેસમાં પતિ તથા સાસરિયાઓની જામીન અરજી મંજુર

(આઝાદ સંદેશ),રાજકોટ: ગોંડલની પરણીતા કુસુમબેન ઉર્ફે કાજલબેન નિરવભાઈ પડીયા એ ઝેરી દવા પી જીંદગી ટૂંકાવવાનું પગલુ ભરતા સારવાર દરમ્યાન મરણ ગયેલ ત્યારબાદ મરણજનારના પિતા એ તેની દિકરીના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ મરણજનારને લગ્નજીવન દરમ્યાન માનસિક-શારીરિક દુ:ખ, ત્રાસ આપવામાં આવતો હોય તેમજ તેની દિકરીને બનાવ અગાઉ અઠવાડીયા પહેલા ઘરમાંથી કાઢી મુકેલ હોય તેમજ તેનો સામાન ફેકી દીધેલ હોય તેમજ તેને ઘરમાં ખાવાનુ આપતા ન હોય, રાશન નાખી દેતા ન હોય અને છુટાછેડા કરી લેવા દબાણ કરતા હોય અને મરણજનારે આ અગાઉ તેના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ ગોંડલ મહીલા પોલિસ સ્ટેશનમાં ફરીયાદ પણ કરેલ હોય ત્યારબાદ આ બનાવ બનવા પામેલ હોય, સદર ફરિયાદના કામે આગોતરા જામીન ઉપર મુકત થવા આરોપી સાસરીયાઓએ તથા રેગ્યુલર જામીન ઉપર મુકત થવા આરોપી પતિએ ગોંડલના વકીલ નિરંજય એસ. ભંડેરી મારફત ગોંડલના એડી. સેશન્સ જજની કોર્ટમા જામીન અરજી કરતા મુળ ફરીયાદીએ તેના ખાનગી વકીલ મારફત વાંધા પણ રજુ કરેલા.
આરોપીઓના વકીલની દલીલ સાથે સહમત થઈ ગોંડલના એડી. સેશન્સ જજ એચ.એ.ત્રિવેદીએ આરોપીઓ (1) અમીતભાઈ હિતેશભાઈ પડીયા-જેઠ, (2) શીતલબેન અમીતભાઈ પડીયા-જેઠાણી, (3) ભાવીશાબેન હિતેશભાઈ પડીયા-નણંદ, (4) હિતેશભાઈ વછરાજભાઈ પડીયા-સસરા, (5) નિલાબેન હિતેશભાઈ પડીયા-સાસુ, (6) સુરેન્દ્રભાઈ રૂગનાથભાઈ પડીયા-કાકાજી સસરા એમ દરેકને રૂા.50,000/- ના શરતી આગોતરા જામીન ઉપર તથા પતિ નિરવ હિતેશભાઈ પડીયા ને રૂા.30,000/- ના રેગ્યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં આરોપીઓ તરફે ભંડેરી એડવોકેટસ-ગોંડલના ધારાશાસ્ત્રી નિરંજય એસ. ભંડેરી, શિવલાલ પી. ભંડેરી, પ્રજ્ઞા એન. ભંડેરી, રવિરાજ પી. ઠકરાર રોકાયેલા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર